ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજસિંહ ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તેજસિંહ(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૮૭] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં કર્મસિંહશિષ્ય કેશવજીના શિષ્ય. વતન પંચેટિયા/પાંચટિયા. ઓસવાલ ઉસભ ગોત્ર. પિતા લખમણ. માતા લખમાદે. દીક્ષા ઈ.૧૬૫૦. પદસ્થાપના ઈ.૧૬૬૫. અવસાન ઈ.૧૬૮૭. આ કવિએ ‘પ્રતિક્રમણ સઝાય’ નામની એક મુદ્રિત કૃતિ ઉપરાંત ‘નેમનાથ-સ્તવન’, ૪૫ કડીનું ‘આંતરાનું સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૪ કડીનું ‘સુવિધિજિન-સ્તવન’ (મુ.), ૫ કડીનું ‘અજિતજિન-સ્તવન’ (મુ.) ઉપરાંત ઈ.૧૬૫૫થી ઈ.૧૬૯૨ - ‘સીમંધરસ્વામી-સ્તવન’-નાં રચનાવર્ષો દર્શાવતાં તીર્થંકરસ્તવનો તેમ જ અન્ય સ્તવનો આ કવિને નામે મળે છે, જેમાં ‘સીમંધર સ્વામી-સ્તવન’નું રચનાવર્ષ એમના અવસાનવર્ષને લક્ષમાં લેતાં શંકાસ્પદ ગણાય. ‘ગણિ તેજસિંગજી’ને નામે ૮ કડીની ‘પ્રતિક્રમણ-સઝાય’ (મુ.) મળે છે તે આ કવિની જ રચના હોવાનું સમજાય છે. આ કવિએ સંસ્કૃતમાં રચેલાં ‘દૃષ્ટાંત-શતક’, ‘સિદ્ધાંત-શતક’ તથા ‘ધર્મચતુસ્ત્રિંશિકા’ ગુજરાતી બાલાવબોધ સાથે મળે છે (પહેલી કૃતિ મુ.) તેમાં બાલાવબોધ કવિનો જ રચેલો છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. ત્રીજી કૃતિનો સમય ઈ.૧૭૦૯ દર્શાવાયો છે તે કાં તો લેખનસંવત હોય અગર કૃતિ અન્યકર્તૃક હોય એમ બતાવે. આ ઉપરાંત એમણે સંસ્કૃતમાં ‘વિદ્વત્-શતક’ તથા ‘ગુરુગુણમાલા’ રચ્યાં હોવાની અને આ બીજી કૃતિ એમના શિષ્ય કાનજીએ ઈ.૧૬૯૫માં પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિ : ૧. જૈનકથારત્નકોષ : ૫, પ્ર. શા. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદજી નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી.[ર.સો.]