ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજવિજયશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેજવિજયશિષ્ય [ઈ.૧૮૦૧માં હયાત] : જૈન તપગચ્છના તેજવિજયના શિષ્ય. ‘નવકાર-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]