ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપસૌભાગ્ય-૧
Jump to navigation
Jump to search
દીપસૌભાગ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં માણિક્ય-સૌભાગ્યશિષ્ય ચતુરસૌભાગ્યના શિષ્ય. ૩૧ ઢાલ અને ૬૦૭ કડીની ‘ચિત્રસેનપદ્માવતી ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, ભાદરવા વદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પરંપરાગત અલંકારોનો થોડોક વિનિયોગ બતાવતી, ઈ.૧૬૯૩માં અવસાન પામેલા વૃદ્ધિસાગરસૂરિનું ચરિત્રગાન કરતી, ૧૦ ઢાળની ‘વૃદ્ધિસાગરસૂરિનિર્વાણ-રાસ’ (મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]