ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવવિજય વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભાવવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં મુનિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘શત્રુંજય-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૭), ૯ ઢાળની ‘ચાર ધ્યાનના સ્વરૂપની સઝાય’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, ચૈત્ર વદ ૧૦, રવિવાર; મુ.), ‘૨૪ જિન-ગીત’ (ર.ઈ.૧૬૫૩), વિજયદેવ-વિજયપ્રભની પરંપરા નોંધતો, અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ આદિ છંદોમાં રચાયેલો ૪૫/૫૧ કડીનો ‘અંતરીક્ષ પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ‘શ્રાવકવિધિ-રાસ/શુકરાજ-રાસ’ (ર.ઈ.૧૬૭૯/સં.૧૭૩૫, આસો વદ ૩૦), ‘અષ્ટાપદ-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૧૧ કડીનું ‘નેમનાથ-સ્તવન’(મુ.), ૧૦૦ ગ્રંથાગ્રનું ‘પાર્શ્વજિન-સ્તવન’, ૩૭ કડીનું ‘બંભણવાડા મહાવીર સ્તોત્ર’, હિન્દીની અસરવાળું ૬ કડીનું ‘વસંતનું ગીત’(મુ.), ૪૨ કડીની ‘વિજ્યાનંદસૂરીશ્વર નિર્વાણ-સઝાય’, ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’, ‘શાંતિજિન-સ્તવન’, ‘સ્તવનાવલી’, ૧૨ કડીનું ‘હીરસૂરિ-ગીત’, હિંદીગુજરાતી મિશ્રમાં ૧૧ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં તત્કાલીન સમયની સ્થિતિ દાખવતો ‘ષટત્રિંશજ્જલ્પવિચાર’ (ર.ઈ.૧૬૨૩), ‘ઉત્તરાધ્યયનસૂત્ર-વૃત્ત’ (ર.ઈ.૧૬૩૩) અને ‘ચંપકમાલા-કથા/ચરિત’ (ર.ઈ.૧૬૫૨) કૃતિઓ મળે છે. તેમણે જયવિજયકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા’ (ર.ઈ.૧૬૨૧), વિનયવિજ્યકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા’ (ર.ઈ.૧૬૫૨) કૃતિઓ મળે છે. તેમણે જયવિજ્યકૃત ‘કલ્પસૂત્ર-દીપિકા’ (ર.ઈ.૧૬૨૧), વિનયવિજ્યકૃત ‘કલ્પસૂત્રસુબોધિકા’(ર.ઈ.૧૬૪૦) અને ‘લોકપ્રકાશ’ (ર.ઈ.૧૬૫૨) સંશોધેલાં. વિજ્યદેવસૂરિશિષ્ય તરીકે નોંધાયેલા ૩૦ કડીના ‘નેમિજિન (રાગમાળા)-સ્તવન’ના કર્તા પણ આ જ ભાવવિજ્ય હોવાની શક્યતા છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨ પ્રવિસ્તસંગ્રહ; ૩. પ્રાછંદસંગ્રહ;  ૪. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નેમિ-સ્તવન’, સં. મો. દ. દેશાઈ; ૫. એજન, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. પ્રાછંદસંગ્રહ;  ૪. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નેમિ-સ્તવન’, સં. મો. દ. દેશાઈ; ૫. એજન, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં મોહનલાલ દ. દેશાઈ; ૬. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]