ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિકીર્તિ
Jump to navigation
Jump to search
મતિકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વર્ધમાં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસોમ ઉપાધ્યાયની પરંપરામાં ગુણવિનયના શિષ્ય. ૨૭૨ કડીની ‘અઘટકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૮/૧૬૨૧), લખમસીને કરેલા પ્રશ્નોના ઉત્તર રૂપે કરેલી રચના ‘પ્રશ્નોત્તર-સંવાદ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૧, કારતક વદ ૬), ‘ધર્મબુદ્ધિ મંત્રીશ્વર/ધર્મબુદ્ધિ સુબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ૬૧ કડીની ‘લુંપકમતોત્થાપક-ગીત’, ‘નિર્યુક્તિ સ્થાપન’ (ર.ઈ.૧૬૨૬), ‘ગુણકવિત્વશોડષિકા’, ‘લલિતાંગ-રાસ’ તથા અન્ય સ્તવનાદિ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [કી.જો.]