ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિશેખર વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મતિશેખર(વાચક)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮), ૨૪૫ કડીની ‘કુરગડુની ચોપાઈ/કુરગડુ(ક્રૂરઘટ)મહર્ષિ-રાસ’ (ર.ઈ.૧૪૮૧), ૩૬૦/૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/ચોપાઈ/રાસ’, ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/પ્રબંધ/રાસ, ૫ કડીનું ‘નેમિ-ગીત’, ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’ તથા ‘નેમિનાથવસંત ફૂલડાં’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો : ૨. દેસુરાસમાળા; ૩. નયુકવિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]