ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિશેખર વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિશેખર (વાચક) : આ નામે ૯ કડીનું ‘ઉત્તરાધ્યયન દશમાધ્યયન-ગીત’, ૭/૮ કડીનું ‘આલોચના-ગીત/સઝાય’, ૯ કડીની ‘ગૌતમ-ગણધર-સઝાય’, ‘જંબૂદ્વીપક્ષેત્ર સમાસપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૨૭), ૫૩ કડીની ‘માાઇબાવની-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩), ૭ કડીની ‘ગુરુ-ભાસ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા મતિશેખર-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]