ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માધવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. જ્ઞાતિએ વાલ્મીક કાયસ્થ. પિતાનું નામ સુંદરરાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી. આ કવિની ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, આસો સુદ ૧૪, રવિવાર) અને ‘દશમસ્કંધ’(ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, ભાદરવા વદ ૨, સોમવાર)-એ કૃતિઓનાં રચનાવર્ષોને આધારે કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એમ કહી શકાય. આ કવિની છૂટક છૂટક પ્રાપ્ત થતી આખ્યાનકૃતિઓ-૨૮ કડવાંનું ‘ઓખાહરણ’(મુ.), ૧૭ કડવાંનું ‘કંસવધ’, ‘નાગદમણ’, ૪૧ કડવાંની ‘ભ્રમર-ગીતા’, પદબંધ ‘રાસ-પંચાધ્યાયી’, ૧૭ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’(મુ.) તથા ‘લક્ષ્મણાહરણ’(મુ.)-એમના ‘દશમસ્કંધ’ના જ ભાગરૂપ છે. ૨૪ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’નો જ ભાગ હોવાની શક્યતા છે. ‘પ્રાચીન કાવ્યસુધા : ૨’માં મુદ્રિત ૨ પદ આ કવિનાં ગણવામાં આવ્યાં છે, પરંતુ વાસ્તવમાં એ પદો માધવદાસ-૨નાં છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૧;  ૨. ‘ગુજરાત શાળાપત્ર’, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ૪. કદહસૂચિ : ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[ર.સો.]