ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માધવદાસ-૪ [ઈ.૧૬૮૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શ્રી હરિરાયજીના ભક્ત. ‘રાસવિલાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, માગશર સુદ ૧, શનિવાર; *અંશત: મુ.)ના કર્તા. ‘અનુગ્રહ’, એપ્રિલ ૧૯૫૭ના અંકમાં ‘રાસવિલાસ’ના કર્તા માધવાદાસ તથા શ્રીનાથજી સં. ૧૭૨૮માં વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે એ ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ કાવ્ય રચનાર માધવદાસને જુદા ગણ્યા છે, પરંતુ ‘પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ બંને માધવદાસને એક ગણતા લાગે છે. કૃતિ : *અનુગ્રહ, મે ૧૯૫૨-, સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમલાલ મ. વૈદ્ય (+ સં.). [ર.સો.]