ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિસુંદર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુનિસુંદર-૨ [જ.ઈ.૧૩૮૦-અવ.ઈ.૧૪૪૭/સં.૧૫૦૩, કારતક સુદ ૧] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિની પરંપરામાં સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૩૮૭માં દીક્ષા. ઈ.૧૪૨૨માં સોમસુંદરસૂરિ દ્વારા વાચકપદમાંથી સૂરિપદ. દાક્ષિણાત્ય રાજાએ ‘કાલિસરસ્વતી/શ્યામસરસ્વતી’ અને ખંભાતના નવાબ દફરખાને ‘વાદિગોકુલષંઢ’ બિરુદ આપી તેમને નવાજેલા. ‘યોગશાસ્ત્ર’ના ચતુર્થપ્રકાશ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૩૫)ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે : ‘અધ્યાત્મકલ્પદ્રુમ/શાંતરસ-ભાવના’; ન્યાય, વ્યાકરણ અને કાવ્યનો પરિચય આપતી ‘ત્રૈવિદ્ધગોષ્ઠી’; વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી’; તેના એક ભાગ રૂપે ઉપલબ્ધ થતી ‘ગુર્વાવલિ/તપગચ્છ પટ્ટાવલી’; પોતાની ટીકા સહિત ‘ઉપદેશરત્નાકર’; ‘જિનસ્તોત્ર-રત્નાકોષ’ વગેરે. તેમની પાસેથી પ્રાકૃતમાં ‘અંગુલીસત્તરી’, ‘પાક્ષિકસત્તરી’ અને ‘વનસ્પતિસત્તરી’ આદિ કૃતિઓ મળે છે. ‘અંગુલી-સત્તરી’ અને ‘જયાનંદ-ચરિત્ર’ને કેટલાક ૪૦મા પટ્ટધર મુનિચંદ્રસૂરિની ગણાવે છે. મુનિસુંદરને નામે મળતું ૨૨ કડીનું ‘નવસારી મંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર,(મુ.) કૃતિની અંતિમ પંક્તિઓને કારણે તેમના શિષ્યનું હોવા વધુ સંભવ છે. કૃતિ : ૧* અધ્યાત્મકલ્પદ્રુમ, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા,-;  ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત નવસારીમંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. અંબાલાલ પ્રે. શાહ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન સાહિત્ય, મનસુખભાઈ કી. મહેતા, ઈ.૧૯૫૯ (બીજી આ.); ૩. જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]