ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મોહન-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : અવટંકે ભટ્ટ. રામકબીર સંપ્રદાયના સંતકવિ. સંત પદ્મનાભના ચરિત્રનો ઇતિહાસ આપતું ૨૮ કડવાંનું ‘પદ્મનાભ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, કારતક સુદ ૧૫, ગુરુવાર; મુ.) અને ‘પદમવાડીનું વર્ણન’ (ર.ઈ.૧૬૧૪/સં.૧૬૭૦, માગશર સુદ ૫, રવિવાર; મુ.)-એ કૃતિઓના કર્તા. કૃતિ : જીવણવાણી, આસો-કારતક ૨૦૩૩-૩૪-‘ભગવાન પદ્મનાભ ચરિત્ર’, ‘પદમવાડીનું વર્ણન’, સં. ભક્ત જગમોહનભાઈ શામળભાઈ. સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [કી.જો.]