ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યલક્ષ્મી સૂરિ લક્ષ્મી સૂરિ સૌભાગ્યલક્ષ્મી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજ્યલક્ષ્મી(સૂરિ)/લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી [જ.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ.ઈ.૧૮૦૨/સં.૧૮૫૮, મેરુ તેરશ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના આબુ પાસેના પાલડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ.મૂળ નામ સુરચંદ. સૌભાગ્યસૂરિ પાસે ઈ.૧૭૫૮માં દીક્ષા, દીક્ષાનામ સુવિધિવિજ્ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિજ્યલક્ષ્મીસૂરિ નામ. વિજ્યોદયસૂરિના પટ્ટધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં. ‘વિજ્યલક્ષ્મી’ કે ‘લક્ષ્મીસૂરિ’ નામછાપથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનદિનયમતવિચારગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭,-સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), ૧૦ કડીનું ‘આમોદપ્રતિષ્ઠાનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૮/સં.૧૮૪૪, મહા સુદ ૧૧), ‘વીશસ્થાનક-તપપૂજા’ (ર.ઈ.૧૭૮૯/સં.૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અનંતજિન-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ‘જ્ઞાનપંચમી-દેવવંદન (વિધિસહિત)’(મુ.), ૫ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળો/સઝાય’(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ-સ્તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનકની સ્તુતિ’(મુ.), ‘વીશવિહરમાન-જિનનમસ્કાર’, ૭ કડીની ‘શિયલની સઝાય’(મુ.), ૧૨ કડીનું ‘સિમંધરજિન-ચૈત્યવંદન’(મુ.), ‘નેમિનાથનું સત્વન’(મુ.) તથા પ્રેમવિજ્યને છાણી લખેલો પત્ર (મુ.)-એ એમની કૃતિઓ છે. ‘જ્ઞાનપંચમી-દેવવંદન’માંથી કેટલોક ભાગ અને ‘ચોવીસી’માંનાં કેટલાક સ્તવનો સ્વતંત્ર રીતે પણ મુદ્રિત મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી સંસ્કૃતમાં ૩૬૦ વ્યાખ્યાનનો ‘ઉપદેશ પ્રાસાદ-સ્તંભ-સટીક’ ગ્રંથ મળે છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૩, ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૧; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. દેસ્તસંગ્રહ; ૭. પ્રવિસ્તસંગ્રહ; ૮. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩; ૯. પ્રાસપસંગ્રહ : ૧; ૧૦. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૫૪ (ચોથી આ.); ૧૧. સમન્મિત્ર : ૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. જૈગૂસારત્નો : ૨; ૩. જૈસાઇતિહાસ; ૪. પસમ્મુચ્ચય : ૨; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. જૈનયુગ, ફાગણ ૧૯૮૨-‘શ્રી પૂજ્ય લક્ષ્મીસૂરિ’, ગોરધનભાઈ વી. શાહ;  ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]