ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સ્વરૂપાનંદ
Jump to navigation
Jump to search
સ્વરૂપાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. વ્યવસાયે દરજી. મૂળ નામ ભગવાનદાસ. દીક્ષાનામ સ્વરૂપાનંદ. ભજનો(*મુ.)ના કર્તા. કૃતિ : *સ્વરૂપાનંદ ભજનમાળા,- સંદર્ભ : ૧. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, ઈ.૧૯૫૩; ૨. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [શ્ર.ત્રિ.]