ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિચય ટ્રસ્ટ
Jump to navigation
Jump to search
પરિચય ટ્રસ્ટ : પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના સદ્ભાવ અને વાડીલાલ ડગલીના પુરુષાર્થથી, મુંબઈમાં ૧૯૫૯માં સ્થપાયેલી આ સંસ્થાએ, માનવજીવનને આવરી લેતા વિવિધ વિષયો પર અધિકૃત વિદ્વાનો પાસે સરળ ભાષામાં, ૩૨ પાનાંની મર્યાદામાં લખાવેલી બે પરિચય-પુસ્તિકાઓ દરેક મહિને પ્રકાશિત કરવાનો સંકલ્પ અતૂટ જાળવીને ગુજરાતી ભાષામાં મૌલિક સ્વરૂપનો વિશ્વજ્ઞાનકોશ રચ્યો છે.
આ ઉપરાંત સંસ્થાએ યશવન્ત દોશીના સંપાદન તળે, મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પ્રકાશિત પુસ્તકોની સમતોલ સમીક્ષા, મૂર્ધન્ય સાહિત્યકારોનું સમગ્રદર્શી પ્રવર મૂલ્યાંકન તથા ગુજરાતી સાહિત્યના વિવિધ તબક્કા-યુગોની સાંગોપાંગ સમીક્ષા કરતું માસિક ‘ગ્રન્થ’ પ્રકાશિત કર્યું હતું. આ ઉપરાંત નિરંજન ભગતના સંપાદન તળે, માત્ર ત્રણ વર્ષનું અલ્પાયુષ્ય ધરાવતું ‘સાહિત્ય’નામનું ત્રૈમાસિક પણ પ્રકાશિત કર્યું હતું.
ર.ર.દ.