ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાચીન ભારતીય વિવેચન પદ્ધતિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રાચીન ભારતીય વિવેચન પદ્ધતિઓ : મફત ભાવસારના તારણ પ્રમાણે વર્તમાન સાહિત્યજગતમાં ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક તુલનાત્મક વિવેચનપદ્ધતિઓ જેમ પ્રચલિત છે તેમ સંસ્કૃત વિવેચનક્ષેત્રમાં પણ વિવિધ વિવેચનની પદ્ધતિઓ અખત્યાર થતી હતી; જેમાં કેટલીક મુખ્ય છે : પદ્યમાં લખાયેલા ગ્રન્થની પદો પર ગદ્યમાં સંક્ષેપમાં વિવરણ અને સ્પષ્ટીકરણ આપતી મલ્લીનાથી કે ટીકાપદ્ધતિ; ગ્રન્થોનું વિસ્તારથી અર્થઘટન આપતી ભાષ્યપદ્ધતિ; મૌલિકતાથી નવીન સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતી આચાર્યપદ્ધતિ; પૂર્વપક્ષ પર સંશય કરી શાસ્ત્રીય શૈલીમાં સમાધાન શોધતી શાસ્ત્રાર્થ પદ્ધતિ; સૂત્ર કે સૂક્તિના સ્વરૂપે સમગ્રની સમીક્ષા આપી દેતી નિર્ણય પદ્ધતિ; ગ્રન્થ કે સિદ્ધાન્તના સર્વઘટકો અને અવયવોનું નિરીક્ષણ કરતી લોચનપદ્ધતિ. ચં.ટો.