ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જકકેન્દ્રીકૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જકકેન્દ્રીકૃતિ(Scriptible/writerly text) : S/Zમાં બાલ્ઝાક પર ચર્ચા કરતાં રોલાં બાર્થે વાચનક્ષમ અને અવાચનક્ષમ કૃતિઓ વચ્ચે ભેદ કર્યો છે. પરંપરાગત વાચનક્ષમ કૃતિઓ સુગમ હોય છે પણ વાસ્તવમાં એ અગતિક હોય છે. ભાવક માટે એમાં સહસર્જનનો અવકાશ નથી. આ કૃતિઓ વાચકકેન્દ્રી Lisible (readerly) text છે. તો બીજી બાજુ, આધુનિક અ-વાચનક્ષમ કૃતિઓ લખી શકાય છે પણ એને કેમ વાંચવી એ હજી આપણે જાણતા નથી હોતા. અહીં ભાવક નિષ્ક્રિય રહી શકતો નથી. અહીં પ્રક્રિયા છે, વસ્તુ નથી. અહીં સંરચન છે, સંરચના નથી. આ કૃતિઓ સર્જકકેન્દ્રી કૃતિઓ છે. ચં.ટો.