ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/જટાશંકર ઈશ્વરચંદ્ર નાન્દી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જટાશંકર ઈશ્વરચંદ્ર નાન્દી

તેમનો જન્મ પાલીતાણામાં તા. ૫-૮-૧૮૭૫ના રોજ વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ ઈશ્વરચંદ્ર અને માતાનું નામ દુર્ગાદેવી. મૂળ વતન પાટણ. ઈ.સ. ૧૯૦૨માં સૌ. રમણલક્ષ્મી સાથે તેમનું લગ્ન થએલું છે. તેમણે પ્રાથમિક પાંચ ધોરણો ઈ.સ. ૧૮૮૬માં પૂરાં કર્યાં. ઈ.સ. ૧૮૯૨માં પાટણ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિક પાસ થયા. ત્યાર બાદ ડિસ્ટ્રિકટ કૉર્ટ પ્લીડરની પરીક્ષા પસાર કરી, પણ વકિલાતના ધંધા પ્રત્યે પ્રેમ નહિ હોવાથી ઈ.સ. ૧૯૧૨માં ‘અમેરિકન કૉલેજ ઑફ નેચરોપથી’ની ‘ડૉક્ટર ઑફ નેચરોપથી’ની ઉપાધિ માનસહિત મેળવી. શરૂઆતમાં તેમણે વકિલાત કરેલી પણ તે ધંધા પ્રત્યે તેમને ગાંધીજીની ‘આત્મકથા’ની અસરને લીધે નફરત થઈ અને કુદરતી રોગોપચારનો જનહિતાર્થે પુસ્તિકાઓ, લેખો, સલાહો, શિખામણો દ્વારા પ્રચાર કરવાની પ્રવૃત્તિ સ્વેચ્છાએ સ્વીકારી. ઈ.સ. ૧૯૦૮માં ગાંધીજીના નિસર્ગોપચારના વિચારોએ તેમના ચિત્ત ઉપર ભારે અસર કરી. ગાંધીજીની સાદાઈ, કરકસર, ત્યાગવૃત્તિ, સંયમ અને સેવાભાવનાએ તેમના ચિત્તને સતેજ કર્યું ત્યારથી તેમણે જીવનનો ઉદ્દેશ જનસમાજમાં બ્રહ્મચર્યપાલનનો, આરોગ્યરક્ષણશાસ્ત્રનો, સંયમનો અને કુદરતમય જીવન જીવવાની રીતોનો પ્રચાર કરવાનો રાખ્યો છે. એ ઉદ્દેશને લેખો તથા પુસ્તકો દ્વારા તેઓ સિદ્ધ કરવા માગે છે. એમના પ્રિય લેખક ગાંધીજી છે. ગાંધીજીના ઉપદેશક સાહિત્યે તેમને લખવા પ્રેર્યા છે. એમને પ્રિય ગ્રંથ ‘સત્યના પ્રયોગો’ છે. એમનો પ્રિય લેખનવિષય તેમજ અભ્યાસવિષય કુદરતી રોગોપચાર અને આરોગ્યરક્ષણનું શાસ્ત્ર છે. શ્રી. નાન્દીને હિંદની પ્રજામાં રહેલું અજ્ઞાન સાલે છે. પ્રજા શિસ્ત, સંયમ ને સદાચારનાં બંધનની ઉપેક્ષા કરી વિલાસને પંથે ચડી રહી છે અને શરીરસંપત્તિ તેમજ મનની સ્વસ્થતા ખોઈ બેઠી છે, એ હકીકત તેમને બેચેન બનાવે છે. પ્રજામાં આરોગ્યવિષયક સાચું જ્ઞાન ફેલાય તે અર્થે તેમણે ત્રીસ જેટલાં પુસ્તક–પુસ્તિકાઓ શરીર-મનના રક્ષણ સંબંધે લખ્યાં છે. પ્રજા એ શાસ્ત્રના જ્ઞાન દ્વારા તંદુરસ્ત જીવન જીવે એવું એમની લેખનપ્રવૃત્તિનો મુખ્ય હેતુ છે. લેખક અમેરિકાની નેચરોપથિક સોસાયટીના આજીવન સભ્ય છે. બેઝવાડાની ઇન્ડિયન નેચરોપથિક એકેડેમીના ઉપપ્રમુખ છે. તેમના લેખો માત્ર ગુજરાતી સામયિકામાં જ નહિ, પરંતુ હિંદી સામયિકમાં પણ અવારનવાર દેખાય છે. મરાઠી-હિંદીમાં તેમનાં પુસ્તકો પૈકી કેટલાંકના તરજુમા પણ થયા છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. બ્રહ્મચર્યમીંમાસા *આરોગ્યવિદ્યા *૧૯૩૭ *૧૯૩૯ *નવયુગ પુસ્તક ભંડાર-રાજકોટ *મૌલિક
૨. સો વર્ષ જીવવાની કલા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૪૦ *ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ *મૌલિક
*બીજી આવૃત્તિ * - *૧૯૪૪ *ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ *મૌલિક
૩. Genus of Health *આરોગ્યવિદ્યા *૧૯૩૮ *૧૯૩૯ *પોતે *મૌલિક
૪. તમાકુત્યાગ *આરોગ્યવિદ્યા *૧૯૪૧ *૧૯૪૩ *પોતે *મૌલિક
૫. આહાર અને આરોગ્ય *આરોગ્યવિદ્યા *૧૯૪૪ *૧૯૪૪ *પોતે *મૌલિક
૬. દંતરક્ષણને દીર્ધાયુષ્ય *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૪૦ *પોતે *મૌલિક
૭. બ્રહ્મચર્ય- બોધસંગ્રહ *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૪૦ *પોતે *મૌલિક
૮. જીવનનું ઝેર *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૪૦ *પોતે *મૌલિક
૯. બ્રહ્મચર્ય *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૦. સારવારની સૌથી, સારી રીત *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૧. બંધકોશ કેમ મટે? *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૨. ફળાહારના ફાયદા. *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૩. દંતરક્ષક– જ્ઞાનશિક્ષિકા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૪. હવા અને હયાતી *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૫. ત્વચા ને તંદુરસ્તી *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૬. વસ્ત્રો ને વ્યાધિઓ *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૭. તમાકુ દોષદર્શિકા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૮. હસ્તદોષનાશવિરૂપિકા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૧૯. મંદાગ્નિ *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૦. મંદવાડ કેમ મટે? *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૧. બંધકોશની બલા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૨. નિદ્રા ને નીરોગિતા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૩. સૂર્યપ્રકાશ ને સ્વાસ્થ્ય *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૪. કુદરતી રેગોપચારમહિમા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૫. જળ અને જીવન *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૬. મિતાહારમહિમા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૭. આરોગ્યરક્ષક અદ્ભુત ક્રિયા *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૮. માણસ માંદો કેમ પડે છે? *આરોગ્યવિદ્યા *૧૯૩૯ *૧૯૩૯ *પોતે *મૌલિક
૨૯. ગાયત્રી અને કુપ્રણવમહિમા *આરોગ્યવિદ્યા *૧૯૪૭ *૧૯૪૭ *પોતે *મૌલિક
આમાંની ઘણીખરી કૃતિઓ નાની નાની પુસ્તિકાઓ હોઈ તેમની કીમત આનો, બે આના હોય છે.

***