ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી

શ્રી. દીવાનજીનો જન્મ વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૫૧ની ૨૮મી જૂનના દિવસે તેમના મૂળ વતન સુરતમાં થયેલો. તેમના પિતાનું નામ શ્રી. ચંદ્રશેખર અને માતાનું નામ શ્રી. ઈશાનગૌરી. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૧૦માં શ્રી. ઊર્મિલાદેવી સાથે થયું છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ભરૂચની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક ભરૂચ, નડિયાદ અને સુરતની હાઈસ્કૂલોમાં, અને ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન ‘કૉલેજ તથા વડોદરા કૉલેજમાં લીધું હતું. તેઓ ઈ.સ. ૧૯૦૫માં બી. એ, ૧૯૦૭માં એમ. એ, અને ૧૯૦૮માં મુંબઈની લૉ સ્કૂલમાંથી એલએલ. બી. થયા. ૧૯૧૨માં તે જ સંસ્થામાંથી તેઓ એલએલ. એમ. પણ થયા. ‘તેમણે ૧૮૦૯થી’૧૦ સુરતમાં વકીલાત કરી; ૧૯૧૦-૧૫ મુંબઈ હાઈકૉર્ટમાં ટ્રાન્સલેટર અને ઈન્ટરપ્રીટર તરીકે કામ કર્યું અને ૧૯૧૫થી’૪૦ સુધી ન્યાયખાતામાં ઉચ્ચ અધિકારી તરીકે કામગીરી બજાવેલી. તેમાંથી નિવૃત્ત થતાં ૧૯૪૦થી ઍડવોકેટ તરીકેનો તેમનો વ્યવસાય ચાલુ છે અને તેમાંથી મળતા નવરાશના સમયમાં તેઓ શક્ય તેટલી સાહિત્યસેવા કરે છે. લેખનપ્રવૃત્તિની શરૂઆત તેમણે ઈ.સ. ૧૯૧૫માં ‘નવજીવન’માં ‘નવજીવન અને સત્ય’ નામનો લેખ આપીને અને ‘Indian Review’માં ‘Judicial administration in antimohomedan times’ નામનો અંગ્રેજી લેખ લખીને કરી. ત્યારબાદ અંગ્રેજી-ગુજરાતી સામાયિકૉમાં લેખો લખીને અને ગુજરાતી સાહિત્ય પરિષદો કે નડીઆદ, બોરસદ, અમદાવાદ, વલસાડનાં સાહિત્યમંડળો જેવી સંસ્થાઓમાં અભ્યાસલેખે વાંચીને કે વ્યાખ્યાનો આપીને પોતાની લેખનપ્રવૃત્તિને આજ સુધી તેમણે સજીવ રાખી છે. તેમનું પ્રથમ પુસ્તક ‘Guide to the Bombay Presidency’ ઈ.સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલું. શ્રી. હંસસ્વરૂ૫, શ્રી. સચ્ચિદાનંદ, શ્રી, અરવિંદ આદિ યોગીઓએ, તેમજ સ્વ. મણિલાલકૃત ગીતાનું ભાષાંતર, નરસિંહ મહેતાનાં અદ્વૈત વેદાંતનાં પદો, શ્રીમદ્ ભગવદ્ગીતા ને ઉપનિષદો, બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય, યોગસૂત્ર, હઠયોગ પ્રદીપિકા, મધુસૂદન સરસ્વતીની ગીતા ઉપરની ટીકા, અદ્વૈતસિદ્ધિ, સિદ્ધાન્તબિન્દુ અને પ્રસ્થાનભેદ આદિ ધર્મ-તત્વજ્ઞાનનાં પુસ્તકોએ તેમના વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. ધર્મ-તત્વજ્ઞાન એમને અભ્યાસ તથા લેખનના મુખ્ય વિષયો છે. તેમનો પ્રિય ગ્રંથ ગીતા છે. શ્રી. રમણ મહર્ષિ તેમના આરાધ્ય ગુરુ છે. ઇતિહાસ, ન્યાય, રાજબંધારણ; સમાજશાસ્ત્ર ઇત્યાદિનો પણ સંગીન અભ્યાસ તેમણે કર્યો છે, જેના ફળરૂપે. તે તે વિષયના મનનીય લેખો તેમણે લખ્યા છે. વિશાળ અનુભવને કારણે નિવૃત્તિ બાદ પ્રાપ્ત થતી ઉચ્ચ અધિકાર કે પગારની નોકરી નહિ સ્વીકારતાં મુખ્યતયા લેખનપ્રવૃત્તિ દ્વારા જનહિત સાધવાનું અને ગરીબોને યથાશક્ય મદદ કરવાનું લક્ષ્ય તેમણે રાખ્યું છે. તેઓ અનેક સાહિત્યિક તથા સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓના આજીવન સભ્ય છે. તેમાં રૉયલ એશિયાટિક સોસાયટી, ભાંડારકર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ફિલૉસૉફિકલ કૉંગ્રેસ, ઑલ ઇન્ડિયા ઑરિએન્ટલ કૉન્ફરન્સ, ગુજરાત રીચર્સ સોસાયટી, ફાર્બસ ગુજરાતી સભા મુખ્ય છે. ઈ.સ. ૧૯૪૫માં ત્રિવેન્દ્રમ ખાતે ભરાયેલ ઈન્ડિયન. ફિલૉસૉફિકલ કૉંગ્રેસમાં હિંદી તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે તેઓ ચુંટાયા હતા.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર કે વિષય *ભાષા *પ્રકાશક-સ્થળ *પ્રકાશન-સાલ
૧. Guide to the Bombay Presidency *પ્રવાસ *અંગ્રેજી *તઝગાંવ (સતારા) *૧૯૨૦
૨. સિદ્ધાંતબિંદુ *વેદાંત *સંસ્કૃત- અંગ્રેજી *વડોદરા *૧૯૩૩
૩. પ્રસ્થાનભેદ *તત્ત્વજ્ઞાન *સંસ્કૃત-ગુજરાતી *જલગાંવ, (પૂર્વ ખાનદેશ) *૧૯૩૫
૪. Charitable & Religious Trusts Act, 1920 *કાયદો *અંગ્રેજી *જલગાંવ(પૂર્વ ખાનદેશ) *૧૯૨૩
૫. વૈશાલીની વનિતા *નાટક *ગુજરાતી *અમદાવાદ *૧૯૩૮
૬. રશ્મિકલાપ ભા.૧ *નિબંધો, વ્યાખ્યાનો *ગુજરાતી *મુંબઈ *૧૯૪૦
૭. Bombay Agricultural Debtor’s Relief Act, 1939 *કાયદો *અંગ્રેજી *એન. એમ. ત્રિપાઠીની કું. મુંબઈ *૧૯૪૨
૮. Indian Political Riddle * હિંદી રાજ્ય બંધારણ *અંગ્રેજી *ન્યુ બુક કું. મુંબઈ *૧૯૪૨
૯. Critical word-Index to the Bhagavadgita with an introduction *hindi તત્ત્વજ્ઞાન *સંસ્કૃત અને અંગ્રેજી
૧૦. The Bombay Agricultural Debtor’s Relief legislation, 1939-’47 *કાયદો *અંગ્રેજી *એન.એમ.ત્રિપાઠીની કું. મુંબઈ *૧૯૪૭ મુંબઈ

આ સિવાય ગ્રંથસ્થ નહિ થયેલા ૫૦ જેટલા તેમના અભ્યાસ-લેખોમાંથી કેટલાક અંગ્રેજી લેખો નીચે આપવામાં આવે છે, જે તેમની વિશાળ વિદ્વત્તાના સમર્થ પુરાવા રૂપ છે. તેમની કૃતિઓ ને અભ્યાસ-લેખો બતાવે છે કે વિદ્યાવ્યાસંગ એમના સ્વભાવનો ખાસ ગુણ છે.

કેટલાક અભ્યાસલેખો

૧. ‘Judicial Administration in Ancient India’,
૨. Law of Evidence in Ancient India.
૩. Madhusūdana Saraswati: His life and works.
૪. Date and Place of origin of the Yoga-Vasstiha.
૫. Nagara Apabhrams’a and Nāgari Script.
૬. Influence of the Vedant Philosophy on Gujarati Literature.
૭. Practical side of the Advaita Doctrine.
૮. Problem of Freedom in Indian Philosophy.
૯. Further Light on the Date of the Yogavāsistha.
૧૦. Lankāvatārasūtra on Non-vegetarian Dier.
૧૧. Text of the Laghu Yogavāsistha.
૧૨. Aspars’a Yoga of Gaudapada & S’ankar’s જ્ઞાનવાદ.
૧૩. Three Gujarati Legal Documents of the Mogul Period.
૧૪. Source of, Legal obligation (Hindu Law).
૧૫. Origin of the Bhagavata:&: Jaina Religions.
૧૬. Analytical and Applied: Psychology.
૧૭. Pre-Historic Aryan settlements on the soil of Gujarat.
વગેરે વગેરે,

અભ્યાસ-સામગ્રી

૧. ‘પ્રસ્થાન ભેદ–માટે, ‘કૌમુદી-ઑક્ટોબર ૧૯૩૫,
(પ્રૉ. ગોવિંદલાલ ભટ્ટનું અવલોકન).

***