ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ગુણવંતરાય આચાર્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુણવંતરાય આચાર્ય

એઓ જાતે વડનગરા નાગર બ્રાહ્મણ અને જામનગરના વતની છે. જન્મ જેતલસર કેમ્પમાં તા. ૯મી સપ્ટેમ્બર ૧૯૦૨ના રોજ થયો હતો. એમના પિતાનું નામ પોપટભાઈ અને માતાનું નામ જમનાબાઈ ભાણશંકર ત્રિવેદી છે. એમનું લગ્ન સન ૧૯૨૦માં બગસરા ભાયાણીમાં સૌ. નિર્મળાબ્હેન મોહનલાલ શુક્લ સાથે થયું હતું. નડિયાદ હાઇસ્કુલમાંથી તેમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. ૫છી કૉલેજમાં જોડાયલા. પ્રિવિયસથી અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો. હમણા તેઓ ‘ફુલ છાબ’ નામનું અઠવાડિક કાઢે છે અને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના ઉપતંત્રી છે; જો કે ચાલુ રાજકીય ચળવળના અંગે તેનું પ્રકાશન બંધ પડેલું છે. શ્રીયુત મેઘાણી, અમૃતલાલ શેઠ, કકલભાઈ કોઠારીના નિકટ સંસર્ગમાં આવી, એમનું જીવન તેમના વિચાર અને ભાવનાથી રંગાયું છે. જાણીતો અપ્ટન સિંકલેર એમનો પ્રિય લેખક છે; અને શ્રીમતી નિર્મળાબ્હેન પણ એમના જીવનમાં માર્ગદર્શક નિવડ્યાં છે. ‘ભૂતકાળના પડછાયા’ એ નામનું ટુંકી વાર્તાનું પુસ્તક તાજું જ બહાર પડ્યું છે, એ એમની કલમ-શક્તિનો ૫રિચય કરવા બસ છે.

: : એમની કૃતિઓ : :

સોરઠી સમશેર, ભા. ૧–૨ સન
પીરમનો પાદશાહ  ” 
કચ્છમાં ક્રાન્તિ  ” 
રાજસ્થાની ભૂતાવળ*  ” 
ભૂતકાળના પડછાયા  ” 

* પોપટલાલ લવજી ચુડગરકૃત ‘Indian Princes under British Protection’નો અનુવાદ; બાકીનાં પુસ્તકો ચાર મૌલિક છે.