ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પોચાજી નસરવાનજી પાલીશવાળા
પોંચાજી નસરવાનજી પાલીસવાળા
એઓ જાતે જરથોસ્તી છે, લેખન વાચનનો સારો શોખ છે, ક્રિકેટની રમત પાછળ ફિદા છે. એઓ મુંબાઈના વતની છે; અને જન્મ મુંબાઈમાં ૨૫મી ડિસેમ્બર સન ૧૮૭૯ના રોજ થયો હતો. તેઓ કુંવારાજ છે, મેટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ કરેલો છે.
સાંજવર્તમાન દૈનિક પત્રમાં તેઓ સ્પોરટીંગ–બાબતનાં અધિપતિ તરીકે કામ કરે છે.
નવલકથાનું સાહિત્ય એમને ગમતું નથી પણ નીતિરીતિના વાચન માટે ખાસ પ્રેમ ધરાવે છે.
ક્રિકેટને લગતું સાહિત્ય એમણે પુષ્કળ લખેલું છે; તેમ શારીરિક કસરત પ્રતિ પણ લક્ષ આપેલું છે. એ સઘળું સાહિત્ય અંગ્રેજીમાં છે; ચાલુ વર્ષમાં એમણે ત્હારે ચરણે નામનું પુસ્તક ગુજરાતીમાં બહાર પડયું છે, તે એમની મનોવૃત્તિનું સૂચક થશે.
-: એમની કૃતિઓ :-
| (૧) તત્હારે ચરણે | ૧૯૩૫ |