ચાંદરણાં/યુદ્ધ અને શાંતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


21. યુદ્ધ અને શાંતિ


  • યુદ્ધના કેલેન્ડરમાં રવિવાર નથી હોતો!
  • અમેરિકીનીતિ દારૂગોળો વાવીને શાંતિ ઉગાડવાની છે!
  • પૃથ્વી પર પુરુષો છે ત્યાં સુધી યુદ્ધો છે.
  • યુદ્ધના ગોત્ર અને કુળ યુરોપ-અમેરિકામાં છે.
  • શેતાન બહાર ન આવે તે શાંતિનો સમય.
  • સરહદો છે એટલે આક્રમણો પણ છે!
  • લશ્કરનાં પગલાં કવાયતના મેદાન પર જ સારાં!
  • યુદ્ધ એક રોગ છે જેને દવા માનવામાં આવે છે.
  • કોઈ યુદ્ધ સોનાનાં હથિયારોથી નથી લડાતું.
  • યુદ્ધ નિર્જન ઉદાસીનતા પહેલાંનો માનવીય ઝંઝાવાત છે.
  • યુદ્ધની જ્વાળા કેટલાંયે ઘરના દીવા ઓલવી નાખે છે.
  • યુદ્ધ તો વિધવાઓની બહુમતી સ્થાપવા માટે જ થાય છે.
  • અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.
  • દરેક વિજય કે પરાજય અનેકની હત્યા પછી જ મળે છે.
  • બીજો માણસ ન હોત તો યુદ્ધનો કે જીતનો વિચાર ન આવત.
  • માણસજાત પાસે નક્શો છે ત્યાં સુધી યુદ્ધ પણ છે.
  • સમયની ચકલીએ તોપના મોઢામાં માળો બાંધવાનો છે.
  • માણસ તરીકે હારી જવા માટે યુદ્ધ કરવું પડે છે.
  • જમીનમાં સુરંગ વાવો તો વિનાશ જ ઊગે.
  • બંદૂકની ગોળી કબ્રસ્તાનની દિશા જ બતાવે.
  • બોમ્બ બીજાઓને મારવા પોતે આપઘાત કરે છે!
  • મ્યાન ખાલીપો અનુભવે તો માનવું કે યુદ્ધની તલવારો તણાઈ ગઈ છે.
  • યુદ્ધ વખતે વાવટો ફરકતો નથી પણ ધ્રુજે છે.
  • પૃથ્વીને નક્ષત્રી નહીં, પુરુષ વગરની કરો તો જ યુદ્ધોનો અંત આવે.
  • પરાજય આંસુભીનો હોય છે તો વિજય પણ લોહીભીનો હોય છે!
  • શાંતિ, બે યુદ્ધની વચ્ચે તેના પહેરામાં રહે છે.
  • બહુ ઓછાં યુદ્ધો મેદાનમાં ખેલાય છે.
  • તલવારને પોતાની ઇચ્છા વિરુદ્ધ લોહિયાળ થવું પડે છે.
  • ધોળાં કબૂતરો લોહિયાળ યુદ્ધને અટકાવી શકતાં નથી.
  • યુદ્ધ આપણને ખંડિયેરો વારસામાં આપે છે.
  • પરાજયનો ધોળો વાવટો આંસુભીનો હોય છે.
  • વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આથમે છે.
  • વિજયનો વાવટો લોહીથી રંગાયેલો હોય.
  • કેટલાક વિજયો માત્ર સત્યની જ હત્યા કરે છે.