The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
31. શબ્દ
- પાણી વગરનો કૂવો અને પાણી વગરનો માણસ ઊંડો જ હોય.
- એંઠા શબ્દોને કવિ જ માંજીને સ્વચ્છ કરે છે!
- શબ્દની અશક્તિ એ છે કે પોતાના દુરુપયોગને તે રોકી શકતો નથી.
- શબ્દને પણ ગંધ હોય છે.
- ન લખાયેલા શબ્દો લેખકનું ભવિષ્ય હોય છે!
- સારા ગણાતા શબ્દોથી જ સાહિત્ય બનતું નથી.