તારાપણાના શહેરમાં/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય
Jawahar Bakshi.jpg


કવિ જવાહર બક્ષીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જુનાગઢમાં થયો હતો. અભ્યાસ બી.કૉમ., સી.એ. સુધીનો. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમની પાસેથી ‘તારાપણાના શહેરમાં’ (૧૯૯૯) અને ‘પરપોટાના કિલ્લા’ (૨૦૧૨) એમ બે ગઝલસંગ્રહો મળે છે. તેમણે ગઝલ સ્વરૂપને પૂરેપૂરું આત્મસાત કર્યું છે એની પ્રતીતિ એમની ગઝલોમાંથી પસાર થતાં થાય છે. પીએચ.ડી. નિમિત્તે લખાયેલો, નરસિંહ મહેતાની કવિતામાં પ્રગટતી આધ્યાત્મિકતાનું મૂલ્યાંકન કરતો સંશોધનગ્રંથ ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ (૨૦૧૯) તેમની તત્ત્વદર્શી વિવેચનશક્તિનો પરિચય કરાવે છે. કવિને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો ઉપરાંત નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૮–૨૦૦૨), કલાપી પુરસ્કાર (૨૦૦૬), કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૨૦) વગેરે પુરસ્કારો પ્રાપ્ત થયા છે. –અનંત રાઠોડ