દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/નાગર પાંડુ : વ્રજ વહાલું કે મુંબઈ...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Proleteriat પાંડું: વ્રજ વ્હાલું કે મુંબઈ નંઈ જાવું

તો વૈકુંઠ એટલે ઉચ્છ્વાસોથી ઊનું ઊનું ગામ
ડામરના રસ્તાને ફૂટે ચળકચીકણો ઘામ
ભાગતી હોંશે હોંશે કોટે વળગે મૂતરડીની વાસ
લિયોજી ઊંડા ઊંડા શ્વાસ
તોતડાં તોળાં રાતી સિગ્નલ જીભે જલાય
હિંમત કલી હાંફલાં દોલે ધલધલ આપસમાં અથલાય
બાઝતાં વાંસે કાખે ધાબાં બીડી પાદ થૂંક ને ખાંસ
લિયોજી ઊંડા ઊંડા શ્વાસ
કરોને બરસાતી શહજાદીની કોઈ શરબસ્તાની વાત
કે જેમાં મીઠું મીઠું
તો પોપટમેના (ચતુર) વિચાર
Q: તોતા તોતા ક્યૂં ઇનસાન રુદયકો ખોતા
નયનન રાતાં અંસુવન લ્હોતા
A: અય નાજનીં આ કંઠમાંથી ગીત ખૂલી જાય છે (આપમેળે)
(ત્યમ) ભોળી પરી ભૂરી હવામાં પાંખ ઝૂલી જાય છે (આપમેળે)
ભૂરી ભૂરી ભભરાવી ને
પાંખો પીળી ફફરાવી
ભૂલી ભૂલી ગલી ગલી ને
ચોક અજાણ્યે ખખરાવી અહાલેક ચીપિયો માતપિંગળા દાન દિયો અબ
જાગ મછંદર ગોરખં આયા
પછી પૂર્વથી પછંદ
પચ્છં થકી દાદરે દખ્ખણ પાટે
ટણટણ ખણખણ
રઘવાયાં થઈ મચ્છીનાં ધણ
ભૂરાં જલથી
ભૂરાં નભમાં
થવા જાય છે
થયા થયાં
ના થયાં થયાં-
નાં ટોળે ટોળે રુદય બાપડું બિનસિગ્નલ અટવાઈ જાય છે.
લ્હોવાતાં મેનાનાં અંસુવન
લ્હોવાતાં મેંનાં ના અંસુવન
આસપાસ પીળી પ્હેરીને પાંખ શામળી ટેકસી ટેકસી રચે સનાતન કાલિંદી જલ રામ
લિયોજી ઊંડા ઊંડા શ્વાસ
આમળી આંતરડે ઉચ્છ્વાસ
મચાવો શોર દાયરા સરઘસ યા હડતાલ
ખડાખડ ખડતલ કાલે માલગાડીકે ડિબ્બે સાલે યાર
સભી તુમ સાથ ગરજના અયસા મૂસળધાર
ભૂગળાં મિલના જ્યસા
પિછુ મિલે જો ચાન્સ
ભોગળો ભાંગી ભાગું
કાલે પાની રસ્સી બાંધું
યે દરવાજા તોડૂંગા
દંડા લેકે મારુંગા
આટલે આટલે પાણી : PLEASE
ગોળ ગોળ ધાણી
દંડા છે છે પાણી
ગોળ ગોળ ધાણી
ગંદા છી છી પાણી
ગોળ ગોળ ધાણી
ક્યાં છે પાણી ક્યાં આસમાન
ગોળ ગોળ ધાણી
ક્યાં છે અંસુવન ક્યાં મુસકાન
ગોળ ગોળ ધાણી
ક્યાં છે રુદય ને ક્યાં ઇનસાન
ગોળ ગોળ ધાણી
ક્યાં છે ડૂબું ક્યાં છે પ્યાસ
ગોળ ગોળ ધાણી
ક્યાં છે આઘે ક્યાં છે પાસ
ગોળ ગોળ ધાણી
ક્યાં છે ગોકુળ ક્યાં પ્રભાસ
ગોળ ગોળ ધાણી
ક્યાં છે ઊંડા ઊંડા શ્વાસ
અમકો મિતવા ખબર નહીં હે