પોત્તાનો ઓરડો/પ્રથમ આવૃત્તિનું જેકેટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વૂલ્ફની પ્રકાશનસંસ્થા હોગાર્થ પ્રેસ દ્વારા પ્રકાશિત “એ રૂમ ઑફ વન્સ ઓન’ (૧૯૨૯)ની પ્રથમ આવૃત્તિનું જેકેટ

વૂલ્ફની પ્રકાશનસંસ્થા હોગાર્થ પ્રેસ દ્વારા પ્રકાશિત “એ રૂમ ઑફ વન્સ ઓન’ (૧૯૨૯)ની પ્રથમ આવૃત્તિનું જેકેટ વર્જિનિયા વૂલ્ફ (૧૮૮૨-૧૯૪૧)નું સ્થાન અંગ્રજી સાહિત્યના ઇતિહાસમાં ઘણું મહત્ત્વપૂર્ણ છે. ‘સ્ટ્રીમ ઑફ કોન્સિયસનેસ’ ટેકનિકનાં પ્રણેતા વૂલ્ફ મીસીસ ડેલોવી’ (૧૯૨૫). ‘ટુ ધ લાઇટ હાઉસ’ (૧૯૨૭) જેવી પોતાની અનેક કૃતિઓ દ્વારા અમર બની ચૂક્યાં છે. વૂલ્ફનું જીવન સર્જનાત્મકતા સાથે જન્મેલ સ્ત્રીમાત્રના જીવનની વિટંબણાઓના સાક્ષી સમું રહ્યું. પોતાના પતિ લીઓનાર્ડ વૂલ્ફ સાથે હોગાર્થ પ્રેસ જેવી નામાંકિત પ્રકાશનસંસ્થાનો પાયો નાખનાર, લંડન/ઇંગ્લેન્ડના ચિંતનશીલ લોકોમાં સંમાનનીય બ્લુમ્સબેરી ગ્રુપનાં સભ્ય વૂલ્ફે ૧૯૪૧માં આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણેલો. એક નારીવાદી તરીકે વૂલ્ફ ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. નારીવાદી વિચારોનું સૌપ્રથમ વાવેતર તેમના રૂમ (૧૯૨૯)માં જ થાય છે અને તેથી જ છેલ્લી પોણી સદીનાં તમામે તમામ નારીવાદીઓ તેમને ‘ગ્રાન્ડમધર ઑફ ફેમિનીઝમ’ના નામે નવાજતાં આવ્યાં છે. સમકાલીન દરેકેદરેક નારીવાદી વિચારનાં મૂળ વૂલ્ફની આ અતિમહત્ત્વપૂર્ણ, ફેમિનીઝમના બાઈબલ સમી, કૃતિમાં શોધી શકાય તેમ છે.