પોત્તાનો ઓરડો/ઋણસ્વીકાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઋણસ્વીકાર

IIAS, Shimlaનો, જેમની રાષ્ટ્રીય શિષ્યવૃત્તિએ મને આ પુસ્તક માટે વાંછિત અવકાશ પૂરો પાડ્યો. આ અનુવાદ એ શિષ્યવૃત્તિની આડપેદાશ છે. IIAS ખાતેના મારા વિદ્વાન મિત્ર પ્રો. તેજવંત સીંગ ગીલનો, શીમલાના મારા નિવાસ દરમિયાન લગભગ રોજે ઇવનિંગ વૉક દરમિયાન આ અનુવાદ વિશે તેમની સાથે ચર્ચા થતી. ભાષાભવન ખાતેના મારા મિત્ર ડૉ. ચિનુ મોદીનો, મારા આ પુસ્તકના વાચનને તેમણે ઉમળકાપૂર્વક સાંભળ્યું અને યોગ્ય સૂચનો કર્યાં. પુસ્તકમાંના કાવ્યાનુવાદો તેમણે પ્રેમપૂર્વક મઠારી આપ્યાં. ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*[1]’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે.

  1. * પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.

૯-૯-૧૯૯૯
અંગ્રેજી વિભાગ,
ભાષાભવન,
ગુજરાત યુનિવર્સિટી.

– રંજના હરીશ