બાપુનાં પારણાં/બાપુનો બરડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાપુનો બરડો
('૪૦ની ગાંધીજયંતિ ટાણે મહાત્માજી વાઈસરોયની મુલાકાતમાંથી શૂન્ય હાથે પાછા ફર્યાં તે પ્રસંગે, પાછળની તસ્વીર ઓચીંતી નજરે પડતાં રચ્યું.)

–અંજનિ–
આ માણસને બોખે મુખડે
માંડ્યા છે લાખો મૂરખડે
કેમેરા; ને કૈં કૈં રખડે
પેન્સીલ-કાગળ લૈ.

એ લાખોમાં એક જ ડાહ્યો, ૫
ચહેરાની છબીઓથી કાયો,
મુખ મેલીને જઈ મંડાયો
ઘરડે આ બરડે.

લાગણીઓ લહેરાય કલેજે,
બુદ્ધિખેલ રમાતા ભેજે, ૧૦
પણ ઓ ભાઈ કલાધર! કે'જે
શીદ મોહ્યો બરડે?

બરડામાં બંકી ન છટા છે,
માંસલતા કેરી ન ઘટા છે,
ગડગૂમડ ભાઠાં ચાઠાં છે ૧૫
ઝરડાયલ બરડે.

નહોતું જે મુખને મરકલડે
એવું શું દીઠું તે બરડે
કે બીજા પણ કાંડાં કરડે
ચીતરવા બરડો! ૨૦

મારી એ સમસ્યાનો ખાસો
આાજ અચાનક જડે ખુલાસો,
વણજીભે બોલન્તો વાંસો
સમસ્યા સમજાવે.

ક્હે બરડો, “બાપુની લૂલી! ૨૦
લોકપ્રશંસાએ મત્યભૂલી!
વિશ્વવશીકર ઓ વાંસલડી!
થાકી જીભલડી!

ને ગાંધીના મુખ-મરકલડા!
અસંખ્ય ઉપમાના લાડકડા! ૩૦
તારાં નખરાં થૈ ગ્યાં ઠરડાં,
વખાણ-બગડેલી!
સંકેલી લો કળા તમારી,
વારી આવી પહોંચી મારી,
હું કાળો કુબડો, પણ કારી
ફાવે બસ મારી. ૩૫

કાકલુદી ને કાલાવાલા
તમે કરી રહિયાં નખરાળાં!
હું નવ જાણું એ કૈં ચાળા,
હું રીઢો બરડો. ૪૦

આવડતો એક જ એકડલો,
આખર ક્યમ થઈ જવું ઠરડો,
નિર્મમ, નિશ્ચલ, કાળો, કરડો
હું નાનો બરડો.' ૪૪​