બાપુનાં પારણાં/પરાજિતનું ગાન—
પરાજિતનું ગાન—
પરાજિતનું ગાન:
ગા મન, પરાજિતનું ગાન.
એકલ પરાજિતનું ગાન. ૩
પરાજિત સેનાપતિનાં
પંથ ને મેદાન સૂનાં:
શમ્યાં છે સન્માન જૂનાં:
વિજન પુરની ગલીગલીએ
તો ય ગાજે ગાન,
ઓ મન! પરાજિતનું ગાન! ૯
પરાજિત પાછો વળે
સજવા નવાં આયુધ,
જનેતાને સ્તનથી
પીવા અભયનાં દૂધ. ૧૩
કોણ સૂતા કોણ જાગે,
કોણ જખમી દવા માગે,
પૂછતો પ્રેમાળ રાગે
ભમે છે મહેમાન:
ગા મન! પરાજિતનું ગાન. ૧૮
પરાજિતનો ચાંદલો: કંકુ તણો:
પરાજિતનાં છત્ર ચામર વીંઝણો:
પરાજિતના લખોમુખ યોદ્ધાગણો:
સહુ વિરામ્યાં, એક નવ વિરમો
બિરદનું ગાન!
ગા મન પરાજિતનું ગાન:
એકલ પરાજિતનું ગાન. ૨૬