બાળ કાવ્ય સંપદા/પતંગિયું પતંગિયું
Jump to navigation
Jump to search
પતંગિયું પતંગિયું
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’
(1947)
ઊડતું ઊડતું આવ્યું,
પતંગિયું પતંગિયું.
રંગ ઉડાડતું આવ્યું,
પતંગિયું પતંગિયું
ફૂલનો રસ પી આવ્યું,
પતંગિયું પતંગિયું.
ફૂલની ગંધ પી આવ્યું,
પતંગિયું પતંગિયું.
ફૂલને એ મળી આવ્યું,
પતંગિયું પતંગિયું.
મુજને મળવા આવ્યું,
પતંગિયું પતંગિયું.