બાળ કાવ્ય સંપદા/ફુવારે તું
ફુવારે તું
લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)
ફુવારે સાત સાત રંગો ઊડે,
મા, ફુવારે તું.
ડાળ ડાળ પંખીનાં ગાણાં ઝૂલે,
મા પંખીમાં તું.
દરિયાનાં મોજાંમાં લ્હેરાતું આભ,
મા, મોજાંમાં તું.
ઝમ ઝમ ઝરણામાં ઝમતી મીઠાશ,
મા ઝરણામાં તું.
હૂંફાળા તડકામાં ઊઘડ્યું ગુલાબ,
મા તડકામાં તું.
ચાંદનીમાં આવીને પસવારે હાથ,
મા, ચાંદલિયે તું.
આંખ મહીં નીંદ મને આવે,
કે હાલરડે હિલ્લોળે તું.
મા, મને એકલું ન ફાવે,
કે સોણલામાં કલ્લોલે તું.