બિપિન પટેલની વાર્તાઓ/સંપાદકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકનો પરિચય

કિરીટ દૂધાતનો જન્મ અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે તા. ૧/૧/૧૯૬૧ના રોજ થયો હતો. એમનું વતન અમરેલી જિલ્લાનું મોટા કણકોટ ગામ છે. એમનું માધ્યમિક શિક્ષણ મોસાળના ગામ કેરિયાચાડમાં થયું અને બાકીનું શિક્ષણ અમદાવાદ ખાતે મેળવ્યું છે. એમણે અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. ૧૯૮૦માં સચિવાલય ગાંધીનગર ખાતે કારકુનની નોકરીમાં દાખલ થયા બાદ ૧૯૮૯માં નાયબ કલેક્ટરમાં જોડાયા. ૨૦૧૩માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હાલ અમદાવાદ ખાતે વસે છે. એમણે મુખ્યત્વે ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘બાપાની પીંપર’ (૧૯૯૮) અને ‘આમ થાકી જવું’ (૨૦૦૮) એમના વાર્તાસંગ્રહો છે. એમણે ઘનશ્યામ દેસાઈ અને ચુનીલાલ મડિયાની ઉત્તમ વાર્તાઓનું સંપાદન કર્યું છે. તથા ૧૯૮૪ની ઉત્તમ વાર્તાઓનું સંપાદન કર્યું છે. હાલ તે ‘એતદ્‌’ નામના સામાયિકમાં સહસંપાદક તરીકે કામગીરી બજાવે છે. એમને ઉમાશંકર પારિતોષિક, ધૂમકેતુ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ માટે પારિતોષિક મળેલાં છે.