મંગલમ્/વૃંદા તે વનમાં
વૃંદા તે વનમાં
વૃંદા તે વનમાં વેણુ વાગી (૨)
કાન ૨મે રાસ પગે ઘૂઘર બાંધી…વૃંદા૦
ઝાલર વાગે ને ઘેરા પાવાઓ વાગે
દાંડિયા ને મંજીરામાં ગોરાં મુખડાં માજે…વૃંદા૦
લળી રે રાધિકાજી તાલ દેતાં રંગમાં
ગોપ ગોપી રાસે ૨મે કાનાની સંગમાં…વૃંદા૦
રંગતાળી રંગતાળી ઠમકે દેતાં રંગતાળી,
લળી રે રાધિકાજી ૨મે નયનાં ઢાળી…વૃંદાવન