યાત્રા/ટિપ્પણ.

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ટિપ્પણ.
.

છંદઃ શિખરિણી. ચિંતનપ્રધાન રચનાઓ માટે, ધીરી તેમ જ શીઘ્ર ગતિમાં આંદોલિત થતો આ છંદ ઘણું સાનુકૂળ વાહન બનેલો છે.

કડીઃ આરંભમાં મૂકેલા આંકડા કડીનો ક્રમાંક, અંદરના આંકડા પંક્તિનો ક્રમાંક સૂચવે છે.

વિષય : ‘મદ્-યાત્રા’ની માફક આ કાવ્ય પણ મુખ્ય ત્રણ વિભાગમાં ગોઠવાયેલું દેખાય છે. ૧ થી ૨૭ કડી : વિશ્વ પ્રકૃતિનું નિરૂપણ કરે છે; ૨૮ થી ૫૪ કડીમાં મનુષ્યની ગતિ-પ્રગતિ–અવગતિનું ચિત્ર આવે છે; પ૫ થી ૮૭ સુધીની કડીમાં અધિક સૂક્ષ્મમાં પ્રવેશી પ્રભુ સુધીનું આરોહણ અને પૃથ્વી પર પ્રભુનું સ્થાયી અવતરણ સાધવાની ભાવના આવે છે.

૧ થી ૩. કવિ-વીણાના ગાનની અસર પ્રકૃતિ ઉપર ઘણી રીતે વર્ણવાઈ છે. એ છલકાઈ જતા નિરૂપણને સંયમી લઈ, માત્ર પિક-કોકિલ પૂરતું મર્યાદિત કરી લઈ ૧ કડીમાં મૂક્યું છે.

૧. ૨, પપી–પપૈયો પક્ષી ૨. ૨, અ-ઋતુ-ઋતુ બહારનું ૪. ૨-૩, ડયન, ચયન–ઊડવું, વીણવું. ૯. ૩, લઘિમા–લઘુપણાનો ભાવ. ૧૦. ૨, વિશ્રમ્ભ–વિશ્વાસ. ૧૧. ૩, જરણ–પોષણ, નિર્વાહ. ૧૩. ૧, અંડો શિશુ-શિશુનાં ઈંડાં, ઊલટા ગોઠવાયેલા શબ્દો; ૨, શાવક-બચ્ચું, ૧૪. ૧, મૃદ–માટી. ૧૫. ૨, વરધન–વૃદ્ધિ. ૧૬. ૨, વિટપ-ડાળી; ૪, પીન–પુષ્ટ, મોટું. ૧૭. ૨, કાન્તાર-જંગલ; ૩, નિર્વારિ અતૃણ, - પાણી વિનાનું, તૃણ વિનાનું ૧૮. ૨, નિકરભંડાર, નારા–પાણી. ૧૯. ૧, ભૂત-આદિ મહાતત્ત્વ; ૩, ફલક-પૃષ્ઠભૂમિ, પાટિયું; વિશ્વ– નિચય-વિશ્વોનો સમૂહ. ૨૨. ૩, ઝર-નિર્ઝર, ઝરણું. ૨૩. ૧, પૂષા -સૂર્ય, ર, મોખ-ધારા. ૨૪. ૧, ઉત્સ-ફુવારો ૪, ભરણી-ભરાવો. ૨૬. ૩, ખનિત્ર–કોદાળો, ખોદવાનું સાધન. ૨૭, ૨, યાન-વિમાન, જવાનું સાધન. ૨૯. ૧. મદઝર-મદને ઝરનાર. ૩૩. ૨, ખનિ ખાણ, ૩૫. ૨, ત્યાજ્યા–તજી દેવા જેવી; ૩, દેહસમિધા–દેહરૂપી સમિધ - હોમવાની સામગ્રી. ૩૬. ૩, ઉષ્ટ્ર-ઊંટ. મોહરૂપી ઊંટ. ૩૭. ૩, ઉધરતી–ઉદ્ધાર કરતી, ઉદ્ધરતી. ૩૮. ૪, શતભુજ - સો ભુજાવાળી. ૩૯, ૩, કુહર-ગુફા. ૪૦, અચૈત્યાં–ચૈત્ય, ચેતનારહિત. ૪૧. ૧, કોટ્યબ્જો-કોટિ અને અબજ; વિતતા-વિસ્તાર; ૩, શ્રુતિ - જ્ઞાન. ૪૪. ચાર્વાક દૃષ્ટિ, ગમે તે રીતે જીવન માણી લો. ૪૫. ૨, વિષય-કામવાસના. ૪૭. ૨, અર્થ–પૈસો; ૪, સમતાનો ધ્વજ-સામ્યવાદ ૪૮. નિર્ગલ-અર્ગલ, આગળા વિનાનો, નિર્બંધ. ૪૯. ૧, નીતિનદ–નીતિરૂપી નદી, નદ–મોટી નદી. પ૦, ૪, દદામા-દુંદુભિ, નરજાતિમાં પણ લઈ શકાય. પ૧, ૨, અર્ચા ૨ગતની–રક્તની અર્ચા, લેપ. ૫૩. ૧, દશન-દાઢ, દાંત; ૩, મૃત્યુવન-મૃત્યરૂપી વસ્ત્ર; અદયતમ–અત્યંત દયારહિત, અશન-ભોજન. પપ. ૩, મૃત્યુખચિત-મૃત્યુથી ખચી દીધેલું; ૪, વિનાશનાં વજ્રથી ગગન ભરી દેવાનું. ૫૬. પ્રકૃતિનાં ગૂઢ સત્યનો જય છે. પ૭. ૩, અશનિ-વજ્ર. ૫૯. ૧. વ્યર્થાશા-વ્યર્થઆશા ૬૧. આ કડીને સુધારી લીધેલી છે. સુધારેલીને કૌંસમાં મૂકી છે. ૬૨. ઉદ્‌વૃત-ખોલી નાખેલું. ૬૩-૬૪. પૃથ્વીના સંબંધે છે. ૬૬. ૧, ઔન્નત્ય-ઊંચી સ્થિતિ, ૨, પુદ્‌ગલ-પિંડ, શરીર. ૭૨–૮૪. નવી રચનામાં ન લેવાયેલો આ ૧૩ કડીનો ભાગ વિગતમાં પૂરતા પ્રશ્નો અને દલીલો કરીને નિરાશા-ભાવને મટાડે છે. એ લાંબી વિચારણાને, કાવ્યને સંક્ષિપ્ત કરવા માટે, અહીં સ્થગિત કરી છે, પણ તે ઉત્તમ સામગ્રી પૂરી પાડે છે.

૭૨.૨, ઉધરીને-ઉદ્ધાર-કરીને, ૭૪. ૩, સુખનગરી-યુટોપિયા (utopia) ૭૬.૩, નિષ્છાયા–છાયા વિનાની. ૭૯. નિવહે–વદન કરે. ૮૧. ૩, અચસ–લોઢું. ૮૨, ૩, પ્રાણો ’નુરણને–પ્રાણોના અનુરણનમાં,મન તથા પ્રાણને અનુસરતું. ૮૩. ૩, સિકતા–રેતી; ૪, ઉપરતિ-વિરામ, વૈરાગ્ય, ૮૫. ૧, વિકસન-વિકાસ. ૯૦. તાજી લખાયેલી કડી. કોકિલ કવિ ઉપર મંજરીના કણ વરસાવે છે અને કવિ એ આનંદલીલાને સત્કારી-આવકારી લે છે.

.