સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/સંપાદક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંપાદકનો પરિચય
ManilalPhoto.jpg


મણિલાલ હ. પટેલ (૧૯૪૯) વતન : ગોલાના પાલ્લા, તા. લુણાવાડા, જિ. મહીસાગર. હાલ : વલ્લભવિદ્યાનગર. શિક્ષણ : એમ.એ., પીએચ.ડી., અધ્યાપક : ૧૯૭૩થી ૨૦૧૨ ઉચ્ચશિક્ષણ મોડાસા કૉલેજમાં મેળવ્યું. દરમ્યાન આચાર્યશ્રી ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શનમાં ઘડતર થવા સાથે વાચનલેખનની દિશા પણ ઊઘડી. ઈડર કૉલેજમાં (૧૯૭૩થી ૧૯૮૭) ચૌદ વર્ષ અધ્યાપન-અધ્યયન સાથે પ્રાકૃતિક પરિસર મળતાં કવિતા-નિબંધ-નવલકથાનું લેખન થતું રહેલું. અહીં કૉલેજમાં અનેકવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવાની તથા માર્ગદર્શન કરવાની તકો મળી. આ ભાથું ઘણું ઉપયોગી બન્યું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં (૧૯૮૭–૨૦૧૨) સર્જન ઉપરાંત સમીક્ષાલેખન માટે અને વક્તવ્યો માટે સજ્જતા કેળવવાનો અવકાશ મળ્યો. અભ્યાસ વધ્યો. પુસ્તકો પ્રકાશિત થતાં ગયાં. કવિતા-વાર્તા-નિબંધ-ચરિત્ર-પ્રવાસ-નવલકથા-આસ્વાદ/સમીક્ષાના સાંઠથી વધુ ગ્રંથો પ્રકાશિત થયા. કેટલાંક પારિતોષિક પણ મળ્યાં. આજે નિવૃત્તિ પછી વાચન-લેખન-સંપાદનમાં સમય પસાર કરે છે.

–યોગેશ પટેલ