સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/આ સંપાદન વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આ સંપાદન વિશે

મણિલાલ દ્વિવેદીના અવસાન પછી ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’માં પ્રગટ થયેલા મણિલાલના તમામ ગદ્યલખાણોનું પહેલું સંપાદન હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરીશંકર જોષી નામના મણિલાલના બે ઉત્સાહી પ્રશંસકોએ, આનંદશંકર ધ્રુવની સહાયથી, ‘સુદર્શન ગદ્યાવલિ’ શીર્ષકથી કર્યું હતું. ત્યારબાદ, મણિલાલના સાહિત્યના સકલસ્પર્શી અને સૂક્ષ્મદર્શી અભ્યાસી ધીરુભાઈ ઠાકરે ‘મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી’ અંતર્ગત મણિલાલના સમગ્ર સાહિત્યનું આઠ ગ્રંથોમાં સંપાદન કરેલું જે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૯–૨૦૦૭ દરમ્યાન પ્રગટ થયા છે.

આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરીશંકર જોષી દ્વારા સંપાદિત ‘સુદર્શન ગદ્યાવલિ’નો ઉપયોગ કર્યો છે. – અનંત રાઠોડ (સંપા.)