સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અરદેશર ફરામજી ખબરદાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અરદેશર ફરામજી ખબરદાર

[કવિશ્રી ખબરદારે દેશભક્તિનાં ઉત્સાહ અને ઉલ્લાસભર્યાં અનેક ગીત આપણને આપ્યાં છે. એમના ‘ભારતનો ટંકાર’ અને તરતમાં બહારપડેલ ‘રાષ્ટ્રિકા’—એ સંગ્રહોમાં દેશપ્રીતિની કવિતા સંગ્રહાઈ છે. ‘રાષ્ટ્રિકા’ જેમાંથી આ કાવ્ય લેવાયું છે તેમાં એક ગુજરાતને અંગે જ ‘ગુણવંતી ગુજરાત’, ‘હો મારી ગુજરાત’, હો ગુજરાત! ‘હો ગુજરાત!’, ‘સૌની પહેલી ગુજરાત’, વગેરે અગિયાર જેટલાં ગીત છે. કવિઓને પોતાની જન્મભૂમિ વિષે ગાવાનું ગમે એ તદ્દન સ્વાભાવિક છે. તેમાં કવિશ્રી ખબરદારે આયુષ્યનાં ઘણાં વર્ષો વ્યવસાય અંગે ગુજરાતથી દૂર ગાળેલાં છે, એટલે એમનું કવિહૃદય વારંવાર ગુજરાત તરફ કેમ વળે છે એ સહેજે સમજાશે. જ્યાં એક ગુજરાતી વસતો હોય, જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય, ત્યાં ગુજરાત જ છે, એવો બુલંદ માતૃભક્તિનો અવાજ ગુજરાતથી દૂર રહેલ કવિહૃદયમાંથી ઊઠે છે. ગુજરાતની ઉદ્યોગ-પરાયણતાનું પણ સાથે સાથે કવિશ્રીએ ગૌરવ કર્યું છે. આ સાથે ઉપર સૂચવેલાં કવિશ્રીનાં કાવ્યો જોવા ઉપરાંત નર્મદનાં ‘જય જય ગરવી ગુજરાત’, ‘કોની કોની છે ગુજરાત?’, નાનાલાલનું ‘ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ’ એ ગીત, ચંદ્રવદન મહેતાનું ‘ગુજરાત’ અને ઉમાશંકર જોષીનું ‘ગુજરાત મોરીમોરી રે’, એમાંથી જે કોઈ કાવ્યો મળી શકે તે જોવા પ્રયત્ન કરવો.]