સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દયારામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દયારામ

[નરસિંહ મહેતાનું ચરિત તો ઘણાએ ગાયું છે. ખુદ નરસિંહે ‘શામળશાનો વિવાહ’ લખ્યો, વિશ્વનાથ જાનીએ ‘નરસૈં મહેતાનું આખ્યાન’ લખ્યું, પ્રેમાનંદે ‘મામેરું’, ‘હૂંડી’ લખ્યાં. પણ ‘મીરાં’નું ચરિત્ર કોઈએ ગાયું નથી. હા, ખુદ મીરાંએ ‘સાંઢવાળા સાંઢ શણગારજે રે’ વગેરે શબ્દોમાં તથા ‘રાણે ભેજ્યા ઝહરપિયાલા’ વગેરે ભજનવાણીમાં પોતાના જીવનનો આછોપાછો ખ્યાલ આપ્યો છે. પણ કવિ દયારામે તેનું સળંગ વર્ણન આ કાવ્યમાં કર્યું છે. ૭. કવિને ઉદેપુર કહેવું લાગે છે. તેનું સંસ્કૃત રૂપ ઉદયપુર થાય. કવિ ઉદ્યોતપુર આપે છે, તો તે બીજું કોઈ રાજ્ય હશે? ૧૪. પરી-જુદી, છેટી. ૧૫. સરખાવો : ‘ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.’ (માણેક મહેતીનું મૃત્યુ થતાં નરસિંહ મહેતાના ઉદ્ગાર.) ૧૬. રેણ-રજની. ૩૫. પ્રેષ્યો–મોકલ્યો. ૪૩-૪૪. મીરાંના શબ્દો. ૫૬. સારુંસવારું-રૂઢિપ્રયોગ. ૫૭-૫૮. વ્રજમાં એટલે કે જ્યાં કૃષ્ણની પરમાત્મા તરીકે પૂજા થાય છે. ત્યાં, પુરુષ તો એક પરમાત્મા (કૃષ્ણ) જ છે, અને સૌ જીવાત્મા તો ગોપીઓ છે. વૈષ્ણવો આત્મા તે રાધિકા અને પરમાત્મા તે કૃષ્ણ એમ ગણી ભક્તિ કરે છે, અને તેને પ્રેમભક્તિ (લીટી ૭૨) કહે છે. આ શબ્દોથી મીરાં જીવા ગોસાંઈની સંકુચિતતા ઉઘાડી પાડે છે, અને પોતે રાધારૂપ થઈ શક્યા નથી તેથી પરમ પ્રિય તત્ત્વ કૃષ્ણ પરમાત્માથી ઘણા દૂર છે, તે યાદ કરી આપી ટોણો મારે છે. વિવેક - સારાખોટાનો ભેદ સમજવાની શક્તિ.]