સાહિત્ય પલ્લવ – ભાગ ૩/આજની ઘડી રળિયામણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. આજની ઘડી રળિયામણી

નરસિંહ

સખી, આજની ઘડી રળિયામણી,
મારો વા’લોજી આવ્યાની વધામણી જી રે.
આ કુંકમ કેસરની ગારે ઘસૌઈઓ, કેસરનો સાથી પડાઈઓ જી રે. સ૦
સખી, આલાલીલા વાંસ વઢાવીએ, મારા વા’લાજીના મંડપ રચાવીએ જી રે. સ૦
સખી, ગંગા જમુનાનાં નીર મંગાવીએ, મારા વા’લાજીના ચરણ પખાળીએ જી રે. સ૦
તરીયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જી રે. સ૦
સહુ સખીઓ મળીને વધાવીએ, મારા વા’લાજીને મંગલ ગવરાવીએ જી રે. સ૦
પૂરો પૂરો સોહાગણ સાથીઓ, ઘેરે મલપતો આવે હરિ હાથિયો જી રે. સ૦
અતિ મીઠડા થકી થાય મીઠડો, મહેતા નરસૈંયાનો સ્વામી મેં તો દીઠડો જી રે. સ૦