સાહિત્ય પલ્લવ – ભાગ ૩/પ્રેમાનંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રેમાનન્દ

[‘દશમ સ્કંધ’માંથી આ ત્રણ પ્રસંગો લીધા છે. પોતાની બહેન દેવકીના બાળને હાથે પોતાનો વધ છે એ ભવિષ્યવાણી સાંભળતાં, કંસ દેવકીને જે ત્રાસ આપે છે તેનું પહેલા કાવ્યમાં વર્ણન છે. દેવકીની આર્દ્ર વાણીથી નગરનાં ઝાડવાં સુધ્ધાં રોયાં એમ કવિ કહે છે. અને એ વાણી ખરેખર એવી હતી તેની આ કાવ્ય વાંચતાં સહેજે ખાતરી થાય છે. બીજા કાવ્યમાં નાગદમનનો જાણીતો પ્રસંગ કવિએ ગૂંથ્યો છે. પ્રસંગને અનુરૂપ વાણી અને વર્ણન કવિએ કેવાં સાધ્યાં છે! આંતર-પ્રાસથી જોરદાર બનેલી પંક્તિઓ વર્ણનને વધુ ઉઠાવદાર બનાવે છે. અનેક ચિત્રો આપણી નજર આગળ એ વર્ણનથી ખડાં થાય છે. પ્રેમાનંદની કવિત્વશક્તિનો એમાંથી આપણને સારો ખ્યાલ મળે છે. ત્રીજું કાવ્ય કૃષ્ણ ગોકુળ છોડી મથુરાં જાય છે તે પ્રસંગ વર્ણવે છે. કૃષ્ણ જતાં ગોપીની શી સ્થિતિ! જેણે કૃષ્ણના વૃન્દાવનની કથા સાંભળી હોય તેમને પણ ‘કૃષ્ણ જાય છે’ એમ સાંભળતાં વેદના થાય, તો જેને એના જવાથી ખરેખર ખોટ પડી તે ગોપી બીચારીની શી વલે! પોતાની એ વેદના ગોપીઓ જાતે જ કયે છે. એમાં ગોપીઓનો સ્ત્રી-સહજ સ્વભાવ પણ પ્રેમાનંદે સરસ રીતે બતાવ્યો છે. મથુરામાં તો નગરની નારીઓ, અને પોતે ગામડિયણો! અને એ ભેદ જાતજાતનાં દૃષ્ટાંતો દ્વારા ગોપીઓ કેવી સરસ રીતે સ્પષ્ટ કરે છે! તેમ કૃષ્ણ વિના પોતાની જે દશા થશે તે માટે જે ઉપમાઓ વાપરે છે તેમાં ગોપીઓએ પોતાની હૃદયવ્યથા ઠાલવી છે.

૧.. રાતી - ક્રોધથી. ૧૩. કરમુદ્રડી- હાથની વીંટી.

. છંદ ભુજંગી છે. સહેજ અનિયમિત છે. પણ લયથી બોલવામાં આવશે તો બહુ મુશ્કેલી નહિ પડે. ભુજંગીનો લય ચાર વાર ‘ભુજંગી’ શબ્દ બોલવાથી સાધી શકાશે. (‘દીઠો આજ આબુ ગિરિરાજ એવો’ – એ ભુજંગી છે.) ૨. શુકદેવજીએ ભાગવતની કથા કરી છે, જેના દશમા સ્કંધમાંથી આ પ્રસંગ લીધો છે. ૧૦, ચક્ર જેના પાણિ (હાથ) ઉપર છે તે. બહુવ્રીહિ સમાસ. ૧૧. ત્રણે લોક જેનો ભાર કૃષ્ણમાં છે તેનું બળ બહાર આવ્યું. અતિશયોક્તિ અલંકાર. ૧૨. નિધિ – ભંડાર. પણ અહીં જલનિધિ - જલભંડાર - સમુદ્ર સમજવો. સર૰ ‘અભ્યાસ’, ‘હોલ્ડર’, વ૰. ૨૮. અધર - નીચલા હોઠ પર. ૩૧. એને અહીં જ વાસો રાખો. ૩૩. ભૃગુલાંછન —ભૃગુઋષિએ વિષ્ણુને છાતીમાં લાત મારેલી તેનું લાંછન. તેને શ્રીવત્સ કહે છે. ૩૬. દ્રહ - ધરો. ૩૯. બેલ – બેલડી, જોડી. ૪૧. પીજે— પીએ છીએ. ૪૬. તારી કેડનો લાંક (વળાંક) જ કહે છે કે તું કાળીને જીતીશ. આ કટાક્ષમાં, હસવામાં, કહ્યું છે. આવો પાતળી કમરવાળા, લચકાઈને ચાલનારો તું શું મારવાનો હતો? તારું શું ગજું? ૪૭. કહીંયે-ક્યાંયે (= ક્યારેય). ૪૮. લોહરક્ષા – લોઢાની (તલવારની ) રક્ષા. હાથમાં તો માત્ર ગેડી જ છે. પર. મરડી મરડી — નાગણીઓ ખોળા પાથરે છે તેમને ટાળવા માટે વાંકેચૂકે રસ્તે એને જવું પડે છે. એક છબ્દથી કવિ ચિત્ર કેવું તાદૃશ કરી દે છે તેનો આ નમૂનો છે.

૩. ૧. શ્યામ -કૃષ્ણ, રામ - બળિભદ્ર. ૬. મથુરામાં તો દાસીઓ પણ આપણો જેવી તો લાખો હશે. ક્ષત્રાણીઓની તો વાત જ શી કરવી? ૧૦. સેસફૂલ – શીશકૂલ. ૧૧. ઊગટ — સ્વચ્છ (સર૰ લોટો ઊગટવો). માંજી-સાફ કરી. ૧૨. સપ્તભૂમિનાં - સાત માળનાં. (ભૂમિ=floor). ૧૭. કાળજ - કાળજા જેવા પુત્રને. રૂપક અલંકાર. ૧૮. શરદમાં રાસ રમાતા તેથી. ૨૧. જેણે—એણે. આ અર્થમાં સાપેક્ષ સર્વનામ આપણે વાપરીએ છીએ. ૨૪. મેળ્યો- મેળવ્યો. ૨૫. લક્ષણ - રૂપી. ૨૭-૨૮ ધન્વંતરી તે દેવોનો વૈદ્ય. જોડિયા અશ્વિની કુમારે તે દેવો પોતે પણ મોટા વૈદ્ય ગણાય છે. ૩૧. કરીશેં -કરાવીશ ૩૨. વળતો – પછીથી. ૩૫. ઉદવસ્ત — ઉજજડ. ૪૨. શકટ-ગાડું. ૪૫. રાણી જીવતી હોય ત્યાં સુધી જ તેની સખીઓની કિંમત. સર૰ ‘કાજીની કૂતરી’વાળી કહેવત. ૪૬. આંખ ગયા પછીની કીકી.]