સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મનસુખલાલ ઝવેરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મનસુખલાલ ઝવેરી

[જીવનની કોઈ મહદ્ ઘડી ક્યારે અને કેમ આવીને ચાલી જાય છે તેની પણ આપણને ખબર નથી પડતી, અને કેટલીક વાર એ ગયા પછી આપણે હાથ ઘસતા રહી જઈએ છીએ એવો અનુભવ કોને નથી હોતો? અને એ વિરલ ઘડી એટલે શું? આપણા મનની કોઈ અદમ્ય ઝંખનાની સિદ્ધિ? ચિત્રકારની ઝંખના કોઈ શ્રેષ્ઠ ક્લાકૃતિ માટે હોય, કવિની કોઈ મહાકાવ્ય માટે, સેનાપતિની વિશ્વવિજય માટે — પણ બધીય ઝંખનાના સારરૂપ ઝંખના તો ઈશ્વર માટેની જ ને? એટલે આ કાવ્યમાંના ‘તું’ને ઈશ્વર લેખી કાવ્ય વાંચતાં આનંદ આવશે, કવિએ એમાં વર્ણનો છટાભર્યાં કર્યાં છે; અને તેમાં વૈવિધ્ય પણ સારું આણ્યું છે. વીજળીનું જ વર્ણન લો. કવિએ એકથી વધુ વાર વીજળીનો ઉલ્લેખ કર્યો છે, પણ તે દરેક વખત તેના વર્ણનમાં તે ચમત્કૃતિ લાવી શક્યા છે; અને છેલ્લો જ્યાં એનો ઉલ્લેખ આવે છે ત્યાં તો કવિએ વર્ણન-શક્તિનો પણ જાણે ચમકારો જ કરી મૂક્યો છે, આ રહી એ પંક્તિઓ -

ને વીજળીયે નિજ અંગ તેજને
વેરી રહે અંદર બ્હાર ને બધે.

કેવું સુરેખ ચિત્ર આ પંક્તિઓમાં ચીતરાઈ રહ્યું છે. બીજી પંક્તિમાંનાં ‘ર’નાં આવર્તનો એ વેરાવાની-વરસવાની ક્રિયાને જાણે પ્રત્યક્ષ ન બનાવી મૂકતાં હોય એવાં લાગે છે, અને ‘અંદર’માંના અનુનાસિકનો થડકારો ‘બહાર’માંના ‘આ’ના ઉચ્ચારણથી થતો સીમા-વિસ્તાર ને ‘બધે’ માંના ‘ધે’ના ઉચ્ચારણમાં રહેલી પ્રવાહિતા વીજળીના પ્રકાશની ગતિ અને વિસ્તારનો આપણને કેટલો બધો સરસ ખ્યાલ આપે છે! પ્રદોષે –સંધ્યાકાળે. રજોટવાને પદપદ્મ-ચરણરૂપી કમળને રજથી ખરડવા. વંચના- છેતરપિંડી. પ્રથવી-આ શબ્દને ખોટો કે છાપ-ભૂલવાળો નહિ લેખવો. પૃથિવી-પૃથ્વીમાંથી તદ્ભવ – જેમ અમૃતમાંથી અમ્રત.]