સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વ્રજ વહાલું રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. વ્રજ વહાલું રે

દયારામ

વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! વ્રજ૦
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. વ્રજ૦
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,
વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. વ્રજ૦
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. વ્રજ૦
ગુરુબળે ગોકુળવાસી થઈશું,
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. વ્રજ૦