સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શું જાણે વ્યાકરણી?

૪. શું જાણે વ્યાકરણી?

દયારામ

શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી?

મુખ પર્યંત ભર્યું ધૃત, તદપિ સ્વાદ ન જાણે બરણી.
વસ્તુ૦


સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી;

અંતર માંહે વસે અગ્નિ, પણ આનંદ પામે ન અરણી.
વસ્તુ૦


નિજનાભિમાં કસ્તૂરી, પણ હર્ષ ન પામે હરણી;

દયો કહે ધન દાટ્યું ઘણું, જ્યમ ધનવંત કહાવે નિર્ધની.
વસ્તુ૦