હાલરડાં/થેઈ! થેઈ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
થેઈ! થેઈ!

[બાળકને ચાલતાં શીખવતી વેળા માતા આ ગીત ગાય છે અને બાળકનો હાથ ઝાલી ડગલાં ભરાવે છે. ગીતનો તાલ બાળકની પહેલવહેલી થેઈ! થેઈ! પગલીઓ જેવો જ છે.]
ડગમગ! ડગમગ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા,
પગમાં ડાક જશોદા માએ ગોકુળમાં ચલાવ્યા.

થેઈ થેઈ ચરણ ભરો ને કાન,
વેંચું મુક્તાફળ ને પાન!

સારી સારી સુખડિયું તારા ગુંજડિયામાં ઘાલું;
મોતીસરના લાડવા તારા હાથડિયામાં આલું રે. – થેઈ થેઈ.

પૌંવા મગાવું દૂધે પલાળું, હરિને ફીણી આલું;
શેરડીનો સાંઠો મગાવું, છોલાવું, મગ ફોલું. - થેઈ થેઈ.

તાલ ટાંચકા શંખ ફેરકણાં ઊભાં ઊભાં મગાવું;
રેશમ દોરી પટવા કેરી ફમક ચોક નખાવું. - થેઈ થઈ.

બાળક એ કશું લેવા ના પાડે છે. એ તો માગે છે આકાશી ચીજો!

તારામંડળમાં તકતો દીસે તે મારે ગજવે ઘાલો;
ચાંદલિયો ચૂંટીને મારા હાથડિયામાં આલો રે. – થેઈ થેઈ૦

એવાં રૂપાળાં રમકડાં માતાજી મુજને આલો!
આરા તારા વીણીને મારા ગુંજવડામાં ઘાલો. – થેઈ થઈ૦

અમે પ્રભુજી અલપ જીવડો તમથી લેવાય તો લ્યો રે.– થેઈ થઈ૦

સોના ચકરડી લાલ ભમરડી આકાશેથી ઉતારી;
પ્રભુ તમારી લાલ કસુંબલ મુખડાની બલિહારી!

થેઈ થેઈ ચરણ ધરો ને કાન
વેંચું મુક્તાફળ ને પાન!