અથવા અને/ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી

Revision as of 00:53, 29 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી| ગુલામમોહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી

ગુલામમોહમ્મદ શેખ





તારી આંખમાં
આકાશથી છલકાતો સમુદ્ર
અને
ભૂખરું, કાળું – એકલવાયું માછી-ગામ
વીંટેલી જાળો
છૂટીને ફેલાઈ
તારી પાંપણોમાં
છલકાઈ, લંબાઈ પણછ જેવી.
બાકોરામાં
લીલાં ફૂલ, ખાનગી પવન
અને
સમુદ્રના અવિરત આમંત્રતા નિ:શ્વાસ.
વન્ય-પુષ્પ
નથી સોહતું તારા કેશમાં!
અધખીલ્યા રતાળવા પર્ણ શી ત્વચા
ઢળી
જેના પર
તે
ખરબચડા કોટનો
પ્રાચીન આ
કાંગરો
તને પાશમાં લેવા લળી પડ્યો છે.





કિલ્લા નીચે ઘાસમાં
ભાત ભાતની ભાત
કિનારે લટકતી જાળમાં
ભરપૂર ભીંગડાં
માછી ખોરડે
મત્સ્યરંગી વાયુ
અને
ગામને
ફરતી
વીંટળાઈ વળેલી
બે
આંખો.

શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩
અને