અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/ગ્રંથાવલોકન, પરંપરા અને પ્રયોગ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<center><big><big>'''ગ્રંથાવલોકન : પરંપરા અને પ્રયોગ  '''</big></big></center>

<center><big>'''આચાર્ય શ્રી ગંભીરસિંહ ગોહિલ'''</big></center>

  {{Poem2Open}}
 
The world is to be stormed by poetry, and to be occupied by reviews and albums :` એમ પાશ્ચાત્ય વિચારક બેન્થામે કહ્યું છે. આધુનિક જગતનાં વિચારવલણોના ઘડતરમાં નિર્ણયશક્તિની ખિલવણીમાં અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં ગ્રંથાવલોકને જે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેને ઉવેખી શકાય તેમ નથી. સંસ્કૃતિઓનાં ઘડતર અને પરિવર્તનમાં જ્ઞાન, વિજ્ઞાન અને કલાસર્જનના વાહક તરીકે ગ્રંથો મહત્ત્વના પરિબળરૂપ બની શક્યા છે. આ પરિસ્થિતિ સિદ્ધ કરવામાં એટલે કે ગ્રંથોના પ્રભાવનું પરિમાણ વિસ્તારવામાં ગ્રંથાવલોકનોએ સક્રિય પ્રદાન કરેલું છે. સામાન્ય જીવનને સ્પર્શતા પ્રશ્નોથી માંડીને ઉચ્ચતમ વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક વિષયો પરના ગ્રંથોને તેમનું ઉચિત સ્થાન આપીને અને વ્યાપક સમાજમાં દૃઢમૂલ કરીને ગ્રંથાવલોકનોએ બૌદ્ધિક જગતને સમૃદ્ધ કર્યું છે. ગ્રંથ માનવનો પરમ મિત્ર ગણાયેલ છે. એ દૃષ્ટિએ ગ્રંથાવલોકનને ગ્રંથ અને માનવને જોડનાર સેતુ તરીકે સ્વીકારી શકાય. <ref>1 Ion Jack, Oxford History of English Literature : ૧૮૧૫-૧૮૩૨, P. ૪૨૭.</ref>  ગ્રંથ જો પુષ્પ હોય તો તેના પરિમલને પ્રસરાવનાર વાયુ તે ગ્રંથાવલોકન છે. ગ્રંથાવલોકન અંતે તો કૃતિસમીક્ષા છે. કૃતિનાં દલેલને ખુલ્લાં કરી તેના સૌંદર્યને આસ્વાદ્ય બનાવવાનું કાર્ય પણ ગ્રંથાવલોકન કરે છે. ગ્રંથાવલોકન સમકાલીન સાહિત્યનાં સર્જન, આસ્વાદન, વિચારણા, મૂલ્યાંકન, પ્રકાશન, સંશોધન, સંપાદન, ભાષાંતર, પ્રસારણ વગેરે અનેકવિધ ગતિવિધિઓને સક્રિય રાખે છે અને સાહિત્યપોષક આબોહવાના પ્રવર્તનમાં મહત્ત્વનો ફાળો આપે છે. આધુનિક ગ્રંથાવલોકનની પ્રવૃત્તિ સાહિત્યક્ષેત્રે બેત્રણ સદીથી જૂની નથી. ભારતીય સાહિત્યમાં તો તે છેલ્લી દોઢેક સદીમાં જ પ્રવૃત્ત થયેલ છે; પરંતુ એક મૂળભૂત પ્રક્રિયા તરીકે સાહિત્યના આસ્વાદન અને વિવેચનના અંતરાલમાં તે ચાલતી જ રહી હોય એમ માની શકાય. આધુનિક સમયમાં તો બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓનું તે એક આગવું અને ગતિશીલ અંગ બની ગયેલ છે. જી. આલ્ટબૅચ ઉચિત રીતે જ કહે છે :  

The reviewing of books is an important aspect of the network of relationships that makes for an active and creative intellectual life. <ref>અવતરણ : Indian Book Chronicle, March, ૧૯૭૬, P. ૬૫.</ref>

Line 47: Line 48:
ઉમાશંકર જોશીનાં ગ્રંથાવલોકનો એક આગવું વિશ્વ રચી ગયાં છે. સમ્યક્ સાહિત્યદૃષ્ટિ, ઐતિહાસિક સંદર્ભની સજાગતા, વિવેકપૂર્ણ સૌજન્ય અને સદાજાગૃત કલાપરકતાથી તેમણે ગુજરાતી સાહિત્યની સર્જકતા અને વિચારણાને ચાર દાયકા સુધી કસી કસીને મૂલવી છે. નગીનદાસ પારેખનાં વસ્તુપરક અને ઝીણવટભરેલાં અવલોકનોએ તેમના તખલ્લુસ ‘ગ્રંથકીટ'ને સાર્થક કરેલ છે. સુન્દરમ્, ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી, જયંતી દલાલ, શિવકુમાર જોષી, ચંદ્રકાંત બક્ષી, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, યશવન્ત દોશી, રમણલાલ જોષી, નિરંજન ભગત, ચિમનભાઈ ત્રિવેદી, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, જયંત કોઠારી, જયંત પાઠક, ઉશનસ્, યશવંત શુક્લ, ચુનીલાલ મડિયા વગેરેએ ગ્રંથાવલોકન ક્ષેત્રે એકએકથી આગવું અને સમર્થ કાર્ય કરેલું છે. દૈનિકોના વિભાગો, સામયિકોમાં અપાતાં અવલોકનો, વાર્ષિક સમીક્ષા, સભાઓમાં તેમ જ રેડિયો પર અપાતા ગ્રંથપરિચયોએ ઉપર નિર્દેશેલ તથા અન્ય સાહિત્યસેવાઓને સાહિત્યવિમર્શ માટે સતત ભૂમિકા પૂરી પાડી છે.  

સુરેશ જોષીએ ‘ક્ષિતિજ', ‘મનીષા', ‘ઊહાપોહ’, ‘એતદ્’ વગેરે સામયિકો દ્વારા સાહિત્યસર્જનને બહુવિધ રીતે ગતિશીલ રાખ્યું છે; પરંતુ આ બધાં તથા અન્ય સામયિકોમાં પ્રગટ થતાં રહેલાં ગ્રંથાવલોકનોએ સાહિત્યજગતનો મિજાજ બદલવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. ગુજરાતી સાહિત્યનાં ઘણાં સામયિકો સાહિત્યિક પ્રક્રિયાઓના વિકાસ માટે આંદોલનરૂપ બની રહ્યાં. એથીયે આગળ જઈને કહી શકીએ કે સુરેશ જોષી તેમની વિવિધરંગી પ્રવૃત્તિઓ દ્વારા પોતે જ સાહિત્યજગતના આંદોલનરૂપ બની રહ્યા. તેમાં એક ગતિશીલ તંતુ તરીકે ગ્રંથાવલોકનોએ આગવું અર્પણ કર્યું છે. સુરેશ જોષીએ પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા પરામર્શ, સાહિત્યિક મૂલ્યાંકનની અભિનવ દૃષ્ટિ, સર્જનાત્મક આકૃતિવિધાનને પરખવાની સૂઝ તથા નવીન આવિષ્કારોને સ્થિર કરવાની માવજત દ્વારા યાદગાર બની રહે તેવાં ગ્રંથાવલોકનો આપ્યાં છે. તેમના ઉપરાંત રાધેશ્યામ શર્મા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રસિક ઝવેરી, જયંત પારેખ, સુમન શાહ, ચિનુ મોદી, સુરેશ દલાલ, મધુસૂદન પારેખ, મંજુ ઝવેરી, ધીરુ પરીખ, પ્રબોધ પરીખ, દિલાવરસિંહ જાડેજા, જયંત ગાડીત, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાન્ત શેઠ, ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની, જશવંત શેખડીવાલા, શિરીષ પંચાલ તથા અન્ય ઘણા લેખકોએ ગ્રંથાવલોકનના સાહિત્યજગતને ભર્યું ભર્યું બનાવ્યું છે.  

ગુજરાતી સાહિત્યનું એ સદ્ભાગ્ય છે કે તેના સાહિત્યિક પત્રકારત્વે અને તેમાં પણ ખાસ કરીને ગ્રંથાવલોકનોએ તેના સાહિત્ય જગતની આબોહવાને જીવંત, ધબકતી અને પમરાટ ભરેલી રાખી છે. ગુજરાતી સાહિત્યના ગ્રંથાવલોકનની કેટલીક લાક્ષણિકતાઓ ભારતભરનાં ભાષાસાહિત્યોમાં આગવું સ્થાન પામી શકે તેમ છે!  

{{Poem2Close}}
<hr>
'''સંદર્ભ''':
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2