અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 36: Line 36:
<center>&#9724;
<center>&#9724;
<br>
<br>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/પંખીલોક | પંખીલોક]]  | કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આઠમું દિલ્હી | આઠમું દિલ્હી]]  | દિલ્હી દૂર નથી. કો શૂર તણીય જરૂર નથી,]]
}}

Latest revision as of 15:17, 20 October 2021


ચમકે ચાંદની

ઉમાશંકર જોશી

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.

૯-૪-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)




ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5