અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર

From Ekatra Wiki
Revision as of 13:23, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> દૈવે શાપી તેં આલાપી {{space}}દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરે, દૂરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દૈવે શાપી
તેં આલાપી
         દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
         ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
         સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮