અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું

Revision as of 10:58, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું|કમલ વોરા}} <poem> હમણાં જ માર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું

કમલ વોરા

હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું હવાથીયે હળવો
ને
પારદર્શક હતો.