અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું

કમલ વોરા

હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું હવાથીયે હળવો
ને
પારદર્શક હતો.