અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/ઊંટ કહે

From Ekatra Wiki
Revision as of 18:47, 28 May 2021 by Atulraval (talk | contribs) (Created page with "<poem> ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.